Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોટિવેશનલ સ્પીકર ડૉ.વિવેક બિન્દ્રા વિરુદ્ધ FIR, જાણો સમગ્ર વિવાદ વિશે

આજના યુગમાં મોટાભાગના લોકો તણાવનો શિકાર બનેલા છે. ત્યારે આ તણાવથી દૂર કેવી રીતે રહેવું કેવી રીતે જીવન જીવવું તે બાબતે મોટિવેશનલ સ્પીકર દ્વારા આપવામાં આવેલી સ્પીચ વિશે તમે ક્યારેક સાંભળ્યું જ હશે. પણ શું આ મોટિવેશનલ સ્પીકર પોતે આ...
મોટિવેશનલ સ્પીકર ડૉ વિવેક બિન્દ્રા વિરુદ્ધ fir  જાણો સમગ્ર વિવાદ વિશે

આજના યુગમાં મોટાભાગના લોકો તણાવનો શિકાર બનેલા છે. ત્યારે આ તણાવથી દૂર કેવી રીતે રહેવું કેવી રીતે જીવન જીવવું તે બાબતે મોટિવેશનલ સ્પીકર દ્વારા આપવામાં આવેલી સ્પીચ વિશે તમે ક્યારેક સાંભળ્યું જ હશે. પણ શું આ મોટિવેશનલ સ્પીકર પોતે આ તમામ બાબતોનું પાલન કરતા હોય છે. તાજેતરમાં તમે મોટિવેશનલ સ્પીકર ડૉ.વિવેક બિન્દ્રા અને સંદીપ મહેશ્વરી વચ્ચેના કથિત વિવાદ વિશે જાણ્યું જ હશે. હવે માહિતી મળી છે કે, ડૉ.વિવેક બિન્દ્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ (યુપી)ના નોઈડામાં FIR નોંધવામાં આવી છે. કેમ થઇ FIR અને શું છે સમગ્ર માહિતી આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

મોટિવેશનલ સ્પીકર પર FIR 

મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાને ફોલો કરનારાઓ માટે ઉત્તર પ્રદેશના નોઈડાથી મોટા સમાચાર છે. ડૉ.વિવેક બિન્દ્રા એક સફળ પ્રેરક વક્તા, બિઝનેસ કોચ, ઇન્ટરપ્લેનર અને લેખક છે. આ સાથે તે એક મોટી બિઝનેસ કંપનીના કો-ફાઉન્ડર અને CEO પણ છે. મોટી સંખ્યામાં લોકો તેમની મોટિવેશનલ સ્પીચને સાંભળતા હોય છે. ઘણા લોકોના જીવન તેમની સ્પીચના કારણે બદલાયા હોવાની પણ ચર્ચાઓ છે. મોટિવેશનલ સ્પીચ આપતા ડૉ.વિવેક બિન્દ્રા શું પોતે પણ તમામ બાબતોનું અનુશરણ કરે છે? તાજેતરના વિવાદ બાદ જવાબ મળશે ના. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, તેમના પર તેમની પત્ની યાનિકા બિન્દ્રા પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. શુક્રવારે (22 ડિસેમ્બર, 2023) પોલીસે કહ્યું કે બિન્દ્રા વિરુદ્ધ નોઈડાના સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Advertisement

લોકોને જ્ઞાન આપતા બિન્દ્રાએ પત્ની સાથે કરી મારપીટ

પ્રેરક વક્તા વિવેક બિન્દ્રા અન્ય લોકો સાથે જ્ઞાન વહેંચીને ખ્યાતિ મેળવી શકે છે, પરંતુ તેઓ આ જ્ઞાનને તેમના પારિવારિક જીવનમાં લાગુ કરી રહ્યા નથી. સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાના અહેવાલ મુજબ, પોલીસે કહ્યું છે કે પીડિતાના ભાઈ એટલે કે બિન્દ્રાના સાળાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે પીડિતાને એટલી હદે મારવામાં આવી હતી કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. જોકે, માર માર્યા પછી, મહિલાની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઘણા દિવસો સુધી સારવાર કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.

Advertisement

સંદીપ મહેશ્વરી સાથે પણ વિવાદમાં ફસાયા

વિવેક બિન્દ્રા વિરુદ્ધ આ ફરિયાદ એવા સમયે કરવામાં આવી છે જ્યારે તેઓ અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદમાં ફસાયા છે. વાસ્તવમાં, મહેશ્વરીએ "મોટા કૌભાંડનો પર્દાફાશ" નામનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સંદીપે કેટલાક યુવાનોને તે યુટ્યુબર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું, જેમની છેતરપિંડીનો તેઓ કોઈક રીતે ભોગ બન્યા હતા. યુવા ક્લિપમાં, તે દાવો કરી રહ્યા હતા કે એક પ્રખ્યાત અને મોટા યુટ્યુબરે તેમની પાસેથી મોટી રકમ લીધી હતી, પરંતુ તેમને તેમના અભ્યાસક્રમમાંથી કોઈ લાભ મળ્યો નહોતો. જોકે, આ વીડિયો પછી બિન્દ્રાનો ખુલાસો આવ્યો, જેમાં તેમણે કહ્યું- તમે જે વાતની ફરિયાદ કરી રહ્યા છો તે બંધ કરી દેવામાં આવી છે.

કોણ છે ડૉ. વિવેક બિન્દ્રા ?

સફળ બિઝનેસ કોચ હોવાની સાથે તે એક મોટી બિઝનેસ કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ પણ છે. વિવેક બિન્દ્રાનો જન્મ 5 એપ્રિલ 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. સામાન્ય બાળકોની જેમ તેમને પણ માતા-પિતાનો પ્રેમ ન મળ્યો. તેમનું જીવન પડકારો અને સંઘર્ષોથી ભરેલું હતું. તેમણે તેમનું બાળપણ તેમના ઘણા સંબંધીઓના ઘરે વિતાવ્યું. તેમનો પરિવાર એક શીખ પરિવાર છે, જે પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. તેમની યુટ્યુબ ચેનલ વિશ્વની સૌથી મોટી entrepreneur યુટ્યુબ ચેનલ છે. તેમણે વિવિધ પ્લેટફોર્મ દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેઓ મોટા સેમિનારોમાં હાજરી આપે છે, જ્યાં તે લોકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. વિવેક બિન્દ્રા શક્તિશાળી પ્રેરક ભાષણો આપે છે, તે વ્યવસાયના ગુણો, વ્યવસાયના નફા અને નુકસાન વિશે વાત કરે છે. વિવેક બિન્દ્રાની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો – WFI Election: WFI માં જાતિય શોષણની સમસ્યા પર વધું એક ખેલાડીએ પદ્મશ્રીનો ત્યાગ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.