Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી MCD માં અંતે AAP ના મેયર, શૈલી ઓબેરોય એકવાર ફરી ચૂંટાયા

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi MCD) ના મેયર તરીકે આમ આદમી પાર્ટી (AAP) ના શૈલી ઓબેરોય (Shelly Oberoi) એકવાર ફરી ચૂંટાઈ આવ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી માટે મતદાન શરૂ થાય તે પહેલા જ મેયર પદ માટે ભાજપના ઉમેદવાર શિખા રાય...
12:48 PM Apr 26, 2023 IST | Hardik Shah

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi MCD) ના મેયર તરીકે આમ આદમી પાર્ટી (AAP) ના શૈલી ઓબેરોય (Shelly Oberoi) એકવાર ફરી ચૂંટાઈ આવ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી માટે મતદાન શરૂ થાય તે પહેલા જ મેયર પદ માટે ભાજપના ઉમેદવાર શિખા રાય અને ડેપ્યુટી મેયર પદ માટે સોની પાંડેએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ રીતે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીને લઇને લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાનો અંત આવ્યો છે.

દિલ્હી MCD ના મેયર તરીકે ચૂંટાયા શૈલી ઓબેરોય

દિલ્હી MCD માં ફરી એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બની છે. જણાવી દઇએ કે, ભાજપના ઉમેદવાર શિખા રાયે મેયરની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બીજેપી ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધા બાદ આમ આદમી પાર્ટીની શૈલી ઓબેરોયને સર્વસંમતિથી દિલ્હી MCD ના મેયર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે જ ભાજપના ઉમેદવારે ડેપ્યુટી મેયરની ચૂંટણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ મેયર પદ માટે ડો. શૈલી ઓબેરોય પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાજપે આ વખતે પોતાનો ઉમેદવાર બદલ્યો હતો. પાર્ટીએ રેખા ગુપ્તાની જગ્યાએ શિખા રાયને મેદાનમાં ઉતાર્યા હતા. બીજેપી ઉમેદવાર શિખા રાય ગ્રેટર કૈલાશથી બીજેપી કાઉન્સિલર છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર પદ માટે આમ આદમી પાર્ટીએ વર્તમાન ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેઓ ભાજપના સોની પાંડે સાથે ટક્કર કરવાના હતા.

જણાવી દઈએ કે, નિયમો અનુસાર દર વર્ષે મેયરની ચૂંટણી કરાવવાની જોગવાઈ છે. ડિસેમ્બર 2022 માં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી (AAP) એ કુલ 250 માંથી 134 વોર્ડ જીત્યા હતા, જ્યારે ભાજપે 115 બેઠકો જીતી હતી. ચૂંટણીના પરિણામો બાદ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે સૌપ્રથમ જાન્યુઆરી 2023 ની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગૃહમાં હોબાળો થતાં ગૃહને ત્રણ વખત સ્થગિત કરવું પડ્યું હતું.

નોંધપાત્ર રીતે, 22 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં, શૈલી ઓબેરોય દિલ્હીના મેયર તરીકે ચૂંટાયા હતા, તેમણે ભાજપની રેખા ગુપ્તાને 34 મતોથી હરાવીને જીત મેળવી હતી. કુલ 266 વોટમાંથી શૈલીને 150 વોટ મળ્યા જ્યારે રેખાને 116 વોટ મળ્યા. હવે ફરી એકવાર શેલી દિલ્હીના મેયર તરીકે નિર્વિવાદ રીતે ચૂંટાઈ આવ્યા છે.

આ પણ વાંચો - MCD ગૃહ કેમ બન્યું છે અખાડો? 80 દિવસ વિત્યા છતાં કોઈ કાર્યવાહી નહી, જાણો A TO Z

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Aam Aadmi PartyBJP candidate Shikha RaiDelhi MCDDelhi Municipal CorporationDeputy Mayormayor of Delhi MCDShelly Oberoi
Next Article