Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Filmfare Award 2024: Filmfare Award ના બીજા દિવસે ગાંધીનગર સ્ટાર કલાકારોથી થયું રોશન

Filmfare Award 2024: આ વખતે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મફેર ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે, અને આ વખતે ગુજરાતને તેનું હૉસ્ટિંગ કરવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગને લઇને અત્યારથી જ ગિફ્ટ સિટીમાં બૉલીવૂડ સ્ટાર્સની જમાવટ શરૂ થઇ છે. અમદાવાદ...
11:30 PM Jan 28, 2024 IST | Aviraj Bagda
On the second day of Filmfare Award, Gandhinagar was lit by star actors

Filmfare Award 2024: આ વખતે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 69માં ફિલ્મફેર ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે, અને આ વખતે ગુજરાતને તેનું હૉસ્ટિંગ કરવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગને લઇને અત્યારથી જ ગિફ્ટ સિટીમાં બૉલીવૂડ સ્ટાર્સની જમાવટ શરૂ થઇ છે. અમદાવાદ એરપોર્ટ Bollywood ના Star Actor અને Actors નું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટેક્નિકલ એવોર્ડ જીતનારા કલાકારોને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા

Filmfare Award 2024: આ ઇવેન્ટની શરૂઆત ગઇકાલે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરથી થઇ હતી. જેમાં કર્ટેન રેઝર સેરેમની યોજાઇ હતી. આમાં ટેક્નિકલ એવોર્ડ જીતનારા કલાકારોને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાથે જ સાંજની સેરેમની કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કરી હતી.

રાજ્યના અગ્રણી નેતાઓ એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા

ત્યારે આ Bollywood Stars સાથે ગુજરાતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલીવાર મુંબઈથી બહાર નીકળી ગાંધીનગરમાં ફિલ્મફેર યોજાયો છે. તે સહિત એવોર્ડ કાર્યક્રમ બાદ ગુજરાતમાં ફિલ્મ શૂંટીગને પ્રોત્સાહન મળશે અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ ફિલ્મ પ્રોડકશન માટે લાભદાયી થશે.

આ પણ વાંચો:

 

Tags :
AhmedabadBollywoodFilmfareFilmfare Award 2024Filmfare-AwardGandhinagarGiftCityGujaratGujaratFirstHistorysuperstars
Next Article