Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શૌર્યનો રંગ ખાખી : આ અદ્ભૂત કાર્યક્રમમાં જોડાશે ફિલ્મ અભિનેતા મનોજ જોશી 

ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police)ના અધિકારીઓ અને જવાનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગિરી તથા બીએસએફ...
05:09 PM Aug 07, 2023 IST | Vipul Pandya
ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police)ના અધિકારીઓ અને જવાનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગિરી તથા બીએસએફ અને સીઆરએફ તથા સીઆઇએસએફની રાજ્યમાં રહીને કરાયેલી કામગિરીને બિરદાવવા માટે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં જાણીતા અભિનેતા મનોજ જોશી પણ ખાસ હાજરી આપશે
આગામી 9 ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને ખાખી એવોર્ડ અપાશે. આ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા મનોજ જોશી ( Manoj Joshi) પણ ખાસ હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે કાર્યક્રમમાં  ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા નિર્મિત કાશ્મીર 2023 એક નયા સવેરા નામની વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે. આ વેબ સિરીઝને મનોજ જોશીએ હોસ્ટ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે
ગાંધીનગર મહાત્મા મંદિરમાં 9 ઓગષ્ટે સાંજે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમ આયોજીત થશે. આ અદ્ભૂત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે જ્યારે સન્માનનિય અતિથી તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહેશે.
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની સાથે-સાથ ઓટીટી ડિઝિટલ પ્લેટફોર્મ પર લાઇવ નીહાળી શકશો
 9 તારીખે સાંજે છ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમને લઇને ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા એક વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર 2023 એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ.. આ ઇવેન્ટને આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની સાથે-સાથ ઓટીટી ડિઝિટલ પ્લેટફોર્મ પર લાઇવ નીહાળી શકશો.
આ પણ વાંચો---‘શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ’માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ‘ કાશ્મીર એક નયા સવેરા’ બુક અને વેબ સીરીઝ
Tags :
BollywoodKhaki AwardManoj JoshiShaurya no Rang Khakhi
Next Article