Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIDE World Cup Chess Tournament : પ્રજ્ઞાનંધા FIDE વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યો, વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસેન જીત્યો

FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધા અને વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન વચ્ચે રમાઈ હતી. મેગ્નસ કાર્લસને પ્રથમ ટાઈબ્રેકરમાં ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાને હરાવીને ટાઈટલ જીત્યું છે. ઉતાર-ચઢાવથી ભરેલી આ મેચમાં પ્રજ્ઞાનંધા દબાણમાં...
fide world cup chess tournament   પ્રજ્ઞાનંધા fide વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યો  વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસેન જીત્યો

FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધા અને વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન વચ્ચે રમાઈ હતી. મેગ્નસ કાર્લસને પ્રથમ ટાઈબ્રેકરમાં ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાને હરાવીને ટાઈટલ જીત્યું છે. ઉતાર-ચઢાવથી ભરેલી આ મેચમાં પ્રજ્ઞાનંધા દબાણમાં પોઈન્ટ ગુમાવ્યા હતા.

Advertisement

કાર્લસને પ્રથમ ગેમ 45 ચાલમાં જીતી હતી. અગાઉ બંનેએ ક્લાસિકલ રાઉન્ડની બંને ગેમ ડ્રો કરી હતી. જો પ્રજ્ઞાનંધા આ મેચ જીતી ગયો હોત તો 21 વર્ષ પછી કોઈ ભારતીય આ ખિતાબ જીતી શક્યો હોત. આ પહેલા વિશ્વનાથન આનંદે 2002 માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યારે પ્રજ્ઞાનંધાનો જન્મ પણ નહોતો થયો.

Advertisement

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં 4 ગેમ બાદ પરિણામ આવ્યું. 18 વર્ષીય પ્રજ્ઞાનંધા શરૂઆતની બંને રમતોમાં 32 વર્ષીય કાર્લસન સામે સખત લડત આપી હતી. મંગળવારે બંને વચ્ચે પ્રથમ રમત રમાઈ હતી, જે 34 ચાલ માટે ગઈ હતી, પરંતુ પરિણામ મળી શક્યું ન હતું. જ્યારે બીજી મેચ બુધવારે રમાઈ હતી. આ વખતે બંને વચ્ચે 30 ચાલ રમાઈ અને તે પણ ડ્રોમાં સમાપ્ત થઈ. બંને પ્રારંભિક રમતો ડ્રો થયા પછી, ગુરુવારે (24 ઓગસ્ટ) ટાઈબ્રેકરથી પરિણામ આવ્યું. ટાઈબ્રેકર હેઠળ, પ્રજ્ઞાનંધા અને કાર્લસન વચ્ચે 2 રમતો રમાઈ હતી.

Advertisement

પ્રજ્ઞાનંધા (R Pragnanandaa) એ સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વકપની ફાઇનલમાં પહોંચનાર દિગ્ગજ વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનંધા માત્ર બીજી ભારતીય ખેલાડી છે. તેણે 2024માં યોજાનારી કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

પ્રજ્ઞાનંધા (R Pragnanandaa) એ 2022 માં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ, વર્ષ 2013માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ અંડર-8 નો ખિતાબ, સાત વર્ષની ઉંમરે FIDE માસ્ટર અને વર્ષ 2015 માં અંડર-10 નો ખિતાબ જીત્યો છે. આર પ્રજ્ઞાનંધા વર્ષ 2022 માં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પણ જીત્યો હતો.

આ પણ વાંચો : Asia Cup 2023 : એશિયા કપ પહેલા આ ખેલાડીયોના થશે ફિટનેસ ટેસ્ટ, જાણો

Tags :
Advertisement

.