Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈમાં આતંકવાદી હુમલાનો ડર ! 1 મે આતંકવાદી હુમલાની આશંકા,ધારા 144 લાગુ

મહારાષ્ટ્ર દિવસ' પર આતંકી હુમલાનું એલર્ટ મુંબઈમાં હુમલાની આશંકાએ કલમ 144 લાગુ ચાર પોલીસ મથક વિસ્તાર નો ફ્લાય ઝોન 1 મેના રોજ પરેડમાં હુમલો થવાની આશંકા દાદર પોલીસ મથક વિસ્તાર નો ફ્લાય ઝોન શિવાજી પાર્ક, માહિમ, વર્લી નો ફ્લાય...
02:46 PM Apr 26, 2023 IST | Hiren Dave

 

મુંબઈમાં 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવાઈ રહી છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવાજી પાર્કની એર સ્પેસનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે થઈ શકે છે. જોખમને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે દાદર, શિવાજી પાર્ક, માહિમ અને વરલીના ચાર પોલીસ સ્ટેશનોની હદને ‘નો-ફ્લાઈંગ’ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આંતકવાદી હુમલાની આશંકા
શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે. આ માટે આતંકવાદીઓ શિવાજી પાર્કનો એરસ્પેસ તરીકે ઉપયોગ કરી શકે છે. માનવામાં આવે છે કે જો આ હુમલો થશે તો મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે. જાહેર અને સરકારી સંપત્તિને પણ નુકસાન થઈ શકે છે. 1 મેના રોજ મુંબઈના શિવાજી પાર્કમાં પરેડ યોજાવાની છે. એટલા માટે આતંકવાદીઓએ આ સ્થળ અને તારીખ પસંદ કરી છે.

પાર્કની આસપાસના વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો
આતંકવાદી હુમલાના કાવતરાને કારણે ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલા ઈનપુટ બાદ શિવાજી પાર્કની આસપાસના વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ વિભાગની ટીમો પણ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. ત્યાંથી પસાર થતા દરેક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી

આપણ  વાંચો - કેજરીવાલે પોતાના બંગલામાં કરાવ્યું 45 કરોડના ખર્ચે રિનોવેશન, ભાજપનો દાવો 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
ApprehensionMay 1 Maharashtra DayMUMBAISection 144 invokedterrorist attacks
Next Article