Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fake toll plaza : પુત્રને બચાવવા માટે જેરામ પટેલના હવાતિયા

વ્હાઈટ હાઉસ ફેક્ટરી જેરામ પટેલના પુત્રની હોવાનો ખુલાસો સમગ્ર મામલે જેરામ પટેલના પુત્રને બચાવવા હવાતિયા ફેકટરી બંધ પડેલી હોવાથી ભાડે આપી હતીઃ જેરામ પટેલ 11 મહિનાના કરાર પર ફેક્ટરી ભાડે આપી હતીઃ જેરામ પટેલ ભાડા કરારમાં કોઈ ઉઘરાણાનો નથી કરાયો...
fake toll plaza   પુત્રને બચાવવા માટે જેરામ પટેલના હવાતિયા

વ્હાઈટ હાઉસ ફેક્ટરી જેરામ પટેલના પુત્રની હોવાનો ખુલાસો
સમગ્ર મામલે જેરામ પટેલના પુત્રને બચાવવા હવાતિયા
ફેકટરી બંધ પડેલી હોવાથી ભાડે આપી હતીઃ જેરામ પટેલ
11 મહિનાના કરાર પર ફેક્ટરી ભાડે આપી હતીઃ જેરામ પટેલ
ભાડા કરારમાં કોઈ ઉઘરાણાનો નથી કરાયો ઉલ્લેખઃ જેરામ પટેલ
ફેક્ટરી માલિક અમરશી પટેલ સામે દાખલ થઇ છે ફરિયાદ
સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ છે જેરામ પટેલ

Advertisement

વઘાસિયા ટોલનાકાં કૌભાંડમાં પુત્રને બચાવવા જેરામ પટેલ હવાતિયા મારી રહ્યા છે. તેમણે લૂલો બચાવ કર્યો હતો કે ફેક્ટરી બંધ પડેલી હોવાથી ભાડે આપી હતી. ભાડા કરારમાં કોઇ પણ ઉઘરાણાનો ઉલ્લેખ કરાયો નથી. ઉલ્લેખનિય છે કે જ્યાં બોગસ ટોલનાકું ચાલતું હતું તે ફેક્ટરી માલિક અમરશી પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને અમરશી પટેલ જેરામ પટેલના પુત્ર છે. જેરામ પટેલ સિદસર ઉમિયાધામ સંસ્થાના  પ્રમુખ છે.

જેરામ પટેલના હવાતિયા

Advertisement

વઘાસિયા ટોલનાકા કૌભાંડના મામલામાં જે વ્હાઇટ હાઉસ ફેક્ટરી છે તે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલની છે અને પુત્રને બચાવવા માટે જેરામ પટેલ હવાતિયા મારી રહ્યા છે. જેરામ પટેલની આ મામલે પ્રથમ પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે કહ્યું કે 11 મહિનાના કરાર પર ફેક્ટરીને ભાડે આપવામાં આવી છે. તેમના પુત્રએ ફેક્ટરી ભાડે આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભાડા કરારમાં ઉઘરાણા બાબતનો કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

અમારી ફેક્ટરી બંધ પડેલી હતી

Advertisement

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારી ફેક્ટરી બંધ પડેલી હતી અને તેને અમે ભાડે આપી હતી. અમારી પાસે ભાડા કરાર છે અને તે અમે પોલીસને આપ્યો છે. તેમણે કહ્યું કે આજે હું પોલીસ સમક્ષ જવાનો છું અને અમારી રજૂઆત પોલીસ સમક્ષ રજૂ કરીશું. અમે 10માં મહિનામાં નોટિસ પણ આપી હતી કે અમારે ભાડા કરાર કેન્સલ કરવો છે.

જેરામ પટેલ ખોટા કામમાં પુત્રને કેમ બચાવી રહ્યાં છે

હવે સવાલ એ ઉભો થયો છે કે જેરામ પટેલ ખોટા કામમાં પુત્રને કેમ બચાવી રહ્યાં છે. શું ભાડે આપેલી જગ્યામાં શું કાર્ય થઇ રહ્યું છે તેની તેમને ખબર ન હોય? અને પોતાની જ મિલકતની દોઢ વર્ષથી કેમ મુલાકાત ન લીધી? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે. શું દોઢ વર્ષથી ફેક્ટરીનું ભાડું કોઇ લેવા જ જતું ન હતું? અને ફેક્ટરીમાં ગેરકાયદે કામ થાય તો શું માલિકની કોઈ જવાબદારી નથી? અને આ બધા સવાલોનો જવાબ તેમણે આપવો પડશે.

આ પણ વાંચો----GUJARAT HIGH COURT :કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં યુવતીનો પોલીસ અધિકારી સામે ગંભીર આરોપ

Tags :
Advertisement

.