ઓડિશામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાયા, 50 મુસાફરોના મોત, 350 ઘાયલ
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે લગભગ 6.51 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ (12841) અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન પર ચઢી ગયા હતા. મળતી માહિતી મુજબ, સાત કોચ પલટી ગયા, ચાર કોચ રેલ સીમાની બહાર ગયા. કુલ 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુ:ખદ અકસ્માતની દરેક અપડેટ માટે પેજ રિફ્રેશ કરતા રહો.
આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 50 મુસાફરોના મોત થયા છે, જ્યારે 350થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોને સોરો સીએચસી, ગોપાલપુર સીએચસી અને ખંટાપાડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ રૂટ પરની તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. હાલ રાહત અને બચાવ માટે NDRFની 5 ટીમો વહીવટીતંત્ર સાથે એકઠી થઈ છે.
Prime Minister Narendra Modi expresses grief over a train accident in Odisha's Balasore district, speaks with Union Railways minister Ashwini Vaishnaw and takes stock of the situation. pic.twitter.com/QhY1ZOmhq0
— ANI (@ANI) June 2, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી.
Odisha train accident | I have just reviewed the situation about this truly tragic railway accident. I will be visiting the spot tomorrow morning: Odisha CM Naveen Patnaik pic.twitter.com/ig5fHOXsKH
— ANI (@ANI) June 2, 2023
ઓડિશાના સીએમ નવીન પટનાયકે કહ્યું, મેં હમણાં જ આ ખરેખર દુ:ખદ રેલ્વે અકસ્માત વિશેની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. હું આવતીકાલે સવારે સ્થળની મુલાકાત લઈશ.
Odisha train accident | Union Railways Minister Ashwini Vaishnaw announces ex-gratia compensation of Rs 10 lakhs in case of death of accident victims and Rs 2 lakhs for those with grievous injuries and Rs 50,000 for those with minor injuries. pic.twitter.com/Pr7ddxoVi4
— ANI (@ANI) June 2, 2023
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ અને ગંભીર ઇજાઓવાળાઓને રૂ. 2 લાખ અને નાની ઇજાઓવાળાઓને રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી છે.
Coromandel Express derails near Bahanaga station in Balasore, Odisha. Several coaches are reported to have derailed: CPRO Southern Railway https://t.co/T38tcZojVd
— ANI (@ANI) June 2, 2023
આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે જ સમયે, ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ આ રૂટ પરની તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે.
#WATCH | Coromandel Express derails near Bahanaga station in Balasore, Odisha. pic.twitter.com/9Lk2qauW9v
— ANI (@ANI) June 2, 2023
વિશેષ રાહત કમિશનરની કચેરીએ જાણકારી આપી હતી કે, દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા માટે જાણ કરવામાં આવી છે અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય, તો એસઆરસીને પણ જાણ કરવામાં આવી છે.
હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ભયંકર અકસ્માત એક જ લાઇન પર બંને ટ્રેનોના આવવાના કારણે થયો છે. સાથે જ રેલવેએ એ પણ તપાસ શરૂ કરી છે કે એક ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવી?
5 ટ્રેન રદ્દ અને 5 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી
હેલ્પલાઈન નંબર રજૂ કર્યા
- ઇમરજન્સી કંટ્રોલ રૂમ : 6782262286
- હાવડા : 033-26382217
- ખડગપુર : 8972073925, 9332392339
- બાલાસોર : 8249591559, 7978418322
- કોલકાતા શાલીમાર : 9903370746
- રેલમદદ : 044- 2535 4771
- ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે : 044- 25330952, 044-25330953 અને 044-25354771
આ પણ વાંચો : બ્રિજ ભૂષણની 9 જૂન સુધીમાં ધરપકડ થવી જોઈએ, ખેડૂત નેતા ટિકૈતની ચેતવણી