Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Farmers Protest : ખેડૂતો ફરી કરશે વિરોધ પ્રદર્શન, નવા ફોજદારી કાયદા સામે Delhi કૂચની જાહેરાત

ખેડૂતો ફરી દિલ્હી (Delhi) આવી રહ્યા છે. ખેડૂતોએ ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરના ખેડૂતો પાસેથી ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું...
farmers protest   ખેડૂતો ફરી કરશે વિરોધ પ્રદર્શન  નવા ફોજદારી કાયદા સામે delhi કૂચની જાહેરાત

ખેડૂતો ફરી દિલ્હી (Delhi) આવી રહ્યા છે. ખેડૂતોએ ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરના ખેડૂતો પાસેથી ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું છે. દેશભરના ખેડૂતોને સંધુ અને શંભુ સહિત દિલ્હી (Delhi)ની બોર્ડરો પર પહોંચવાની અપીલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો નવા ફોજદારી કાયદાની નકલો બાળીને વિરોધ કરશે.

Advertisement

તમને જણાવી દઈએ કે, ખેડૂતોના આંદોલન દરમિયાન પણ ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, જેના કારણે દિલ્હી (Delhi)માં ભારે હિંસા અને તોડફોડ થઈ હતી. આ વખતે પણ પ્રજાસત્તાક દિવસના અવસર પર ખેડૂતોએ દિલ્હી (Delhi) સુધી કૂચ કરવાની મોટી જાહેરાત કરી છે.

Advertisement

1 ઓગસ્ટના રોજ સરકાર વિરોધ પ્રદર્શન...

ખેડૂત સંગઠનોએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટના રોજ જિલ્લા મુખ્યાલયમાં સરકાર વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરવામાં આવશે. આ સમય દરમિયાન ખેડૂતો MSP પર કાયદેસર ગેરંટીની માંગના સમર્થનમાં પ્રદર્શન કરશે. આ પછી 15 મી ઓગસ્ટે એક વિશાળ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. આ સાથે ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે તમામ ખેડૂતો 31 ઓગસ્ટ સુધીમાં શંભુ બોર્ડર પર પહોંચી જાય. ખેડૂત સંગઠનોએ કહ્યું કે અમે 31 ઓગસ્ટે વિરોધ (Farmers Protest) કરીશું, કારણ કે અમે અમારા પ્રારંભિક વિરોધના 200 દિવસ પૂરા કરી રહ્યા છીએ. ખેડૂતોને શંભુ સરહદે પહોંચવા અપીલ કરવામાં આવી છે.

હરિયાણા સરકાર સામે પણ કરશે વિરોધ...

ખેડૂત સંગઠનોએ હરિયાણા સરકાર સામે વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરવાની પણ યોજના બનાવી છે. 15 મી સપ્ટેમ્બરે હરિયાણાના જીંદમાં ખેડૂતોનું મોટું આંદોલન થશે, જ્યારે 22 મી સપ્ટેમ્બરે પીપલીમાં ખેડૂતોની રેલીનું પણ આયોજન કરવામાં આવશે. ખેડૂતોએ કહ્યું છે કે બોર્ડર ખુલતાની સાથે જ તેઓ ટ્રેક્ટરમાં માલ ભરીને દિલ્હી (Delhi) જવા રવાના થશે.

Advertisement

આ પણ વાંચો : NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટે IIT દિલ્હીને આદેશ આપ્યો, 'એક સમિતિ બનાવો અને...'

આ પણ વાંચો : Rajya Sabha માં પ્રથમવાર C.R. Patil નું સંબોધન, દેશના ભૂગર્ભજળને લઈને કહી આ વાત...

આ પણ વાંચો : Bihar ને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ સંસદમાં જણાવ્યું આ કારણ...

Tags :
Advertisement

.