Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmers Protest : દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ખેડૂતોની 'મહાપંચાયત', સુરક્ષાદળો તૈનાત...

ખેડૂત સંગઠનો તેમની માંગણીઓને લઈને ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે સંયુક્ત કિસાન મોરચાને રામલીલા મેદાનમાં કિસાન મજદૂર મહાપંચાયતનું આયોજન કરવા કડક શરતો સાથે મંજૂરી આપી છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું...
10:27 AM Mar 14, 2024 IST | Dhruv Parmar

ખેડૂત સંગઠનો તેમની માંગણીઓને લઈને ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે સંયુક્ત કિસાન મોરચાને રામલીલા મેદાનમાં કિસાન મજદૂર મહાપંચાયતનું આયોજન કરવા કડક શરતો સાથે મંજૂરી આપી છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું છે કે તેઓ રામલીલા મેદાનમાં કિસાન મઝદૂર મહાપંચાયત (Farmers Protest)નું આયોજન કરશે, જ્યાં સરકારની નીતિઓ સામે લડતને વધુ તીવ્ર બનાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવશે.

આ શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે

દિલ્હી પોલીસે ભારે શરતો સાથે ખેડૂત સંગઠનોને મહાપંચાયત (Farmers Protest) માટે પરવાનગી આપી છે. દિલ્હી પોલીસે ખેડૂતો પર 5,000 થી વધુ એકઠા ન થવા, ટ્રેક્ટર ન લાવવા, રામલીલા મેદાનમાં કોઈ માર્ચ ન કાઢવાની શરતો લગાવી છે. બપોરે 2.30 વાગ્યે મહાપંચાયત પૂરી થાય ત્યાર બાદ ખેડૂતોને મેદાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

ભારે સુરક્ષા વ્યવસ્થા...

દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે કિસાન મજદૂર મહાપંચાયત (Farmers Protest)ને ધ્યાનમાં રાખીને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ, ટિકરી અને ગાઝીપુર પર સુરક્ષા દળોની ભારે તૈનાતી કરવામાં આવી છે. નાયબ પોલીસ કમિશનર (સેન્ટ્રલ) એમ હર્ષ વર્ધને કહ્યું છે કે ખેડૂતોને મહત્તમ 5,000 લોકો સાથે મહાપંચાયતનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કાર્યવાહીની ચેતવણી...

દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ મહાપંચાયત (Farmers Protest) માટે કરવામાં આવેલી શરતોનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. પોલીસે કહ્યું છે કે જો તેઓ વચનનું પાલન નહીં કરે અને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવામાં સામેલ હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગત વખતે જ્યારે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી ત્યારે હિંસાની ઘટનાઓ સામે આવી હતી.

આ પણ વાંચો : Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સ્પષ્ટ વાત, કહ્યું- ક્યારેય પાછું નહીં લેવામાં આવે CAA…

આ પણ વાંચો : Karnataka BJP માં મોટો ફેરબદલ, 10 સાંસદોની ટિકિટ કપાઈ, આ દિગ્ગજો પર રમાયો દાવ…

આ પણ વાંચો : BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Delhi Policefarmers mahapanchayat delhiFarmers ProtestGujarati NewsIndiaKisan Andolankisan majdoor mahapanchayatNationalRamleela Maidan
Next Article