ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmer: ખેડૂતોનું આંદોલન યથાવત, ટ્રેક્ટર માર્ચને કારણે યમુના એક્સપ્રેસ વે પર એલર્ટ

Farmer: ખેડૂત આંદોલનને આજે 14 દિવસ થઈ ગયા છે. અત્યારે પણ અહીં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો પોતાના માંગણીઓને લઈને ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યાં છે. એક તરફ ખેડૂતો શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો...
10:38 AM Feb 26, 2024 IST | VIMAL PRAJAPATI
Farmers

Farmer: ખેડૂત આંદોલનને આજે 14 દિવસ થઈ ગયા છે. અત્યારે પણ અહીં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો પોતાના માંગણીઓને લઈને ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યાં છે. એક તરફ ખેડૂતો શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. એવું કહેવમાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર સેંકડો ટ્રેક્ટર ઉતરશે પરંતુ તેનાથી ટ્રાફિકમાં કોઈ સમસ્યા નહીં થાય. જો કે નોઈડા પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે.

ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા

સોમવારે ભારતીય ખેડૂત (Farmer) યુનિયનના નેતા ટિકૈત જૂથ યમુના એક્સપ્રેસવે, લુહારલી ટોલ પ્લાઝા અને મહામાયા ફ્લાયઓવર પર ટ્રેક્ટર માર્ચ યોજવાનો અને એડવાન્સ ઓર્ડર પર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને જોતા અનેક માર્ગો પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. નોઈડા ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઈઝરી અને ડાયવર્ઝન પ્લાન જારી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં સરકારે મુકેલા પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોએ પોતાની પ્રતિક્રિયા આપી અને પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

કેટલાટ રસ્તાઓ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

ખેડૂતોના દિલ્લી ચલો કૂચના કારણે ગૌતમ બુદ્ધ નગરથી દિલ્હી બોર્ડર અને યમુના એક્સપ્રેસ વે, લુહારલી ટોલ પ્લાઝા વગેરે માર્ગો પર ટ્રાફિકનું દબાણ વધવાના કિસ્સામાં, ટ્રાફિકને જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યમુના એક્સપ્રેસ વેથી લઈને નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે થઈને દિલ્લી જતા અને સિરસાથી પરિચોક થઈ સૂરજપુર જવાના માર્ગ પર તમામ પ્રકારના માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: TODAY HISTORY: શું છે ૨૬ ફેબ્રુઆરીની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
farmerFarmer movementFarmer ProtestFarmersnational newsVimal Prajapati
Next Article