Farmer movement: ખેડૂત આંદોલન હવે પૂરૂ થશે કે નહીં? જાણો શું કહ્યું ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે...
Farmer movement: ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત આંદોલન ચાલું રહેશે કે પછી આજે પૂર્ણ કરવામાં આવશે? અત્યારે એવી વિગતો સામે આવી રહી છે કે, સોમવારે સાંજે આ આંદોલન સમેટી લેવામાં આવશે. આ જાણકારી ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે આપી હતી. જણાવી દઈએ કે, રવિવારે રાત્રે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતીં.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર સાંજે (સોમવારે) ખેડૂત નેતાઓ સાથે ચર્ચા થશે અને આજે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે અમે તમામ સંગઠનો સાથે વાત કરીશું અને પછી ભવિષ્યની રણનીતિ જણાવીશું. અમે ફક્ત પીએમ મોદી અમારી માંગણીઓ પૂરી કરવા માટે મક્કમ છીએ. સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, ‘કેન્દ્રએ પ્રસ્તાવ આપ્યો છે, તેના પર ચર્ચા થવાની છે. સાથી ખેડૂતો સાથે શારીરિક મુલાકાત થવાની છે.’
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે આપી આ અંગે જાણકારી
આ પહેલા પણ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. રવિવારે થયેલી બેઠક બાદ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, લોન માફ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. MSP પર પણ કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવ આવ્યો છે. MSP ના આ પ્રસ્તાવ અંગે અમે પહેલા ચર્ચા કરીશું અને કાનૂની તજજ્ઞો સાથે પણ ચર્ચા કરીશું, ત્યાર બાદ આ અંગે કોઈ નક્કર નિર્ણય લઈશું.
#WATCH | Chandigarh: General Secretary of Punjab Kisan Mazdoor Sangharsh Committee, Sarvan Singh Pandher says, "...We will have discussions on the proposal by the govt in the next two days...The govt will also deliberate on the other demands...We will continue with the 'Delhi… pic.twitter.com/uHXlrQywR8
— ANI (@ANI) February 18, 2024
સાત દિવસથી ચાલી રહ્યં છે ખેડૂત આંદોલન
ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન સાત દિવસથી ચાલું રહ્યું છે. ખેડૂતો અત્યારે હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. શાંતિમય આંદોલન ચાલું રહ્યું છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમાં બે ખેડૂતો અને જીઆરપી ઈન્સ્પેક્ટર છે. તબિયત લથડતાં ત્રણેયના મોત થયા હતા. પંજાબ અને હરિયાણાના સાત-સાત જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘એક બાજુ માતા કહીએ અને બીજી બાજુ…’ દર મહિને 600 ગાયોની કતલ! ભડકી ભજનલાલ સરકાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ