ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : લો હવે, છેતરપીંડી આચરતો નકલી Dysp ઝડપાયો

અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં નકલી જીરું પકડાયું હતું તો દોઢ વર્ષથી ધમધમતું નકલી ટોલનાકું પણ ઝડપાયું હતું. આજે જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો છે. ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ નકલી...
03:42 PM Dec 12, 2023 IST | Vipul Pandya

અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં નકલી જીરું પકડાયું હતું તો દોઢ વર્ષથી ધમધમતું નકલી ટોલનાકું પણ ઝડપાયું હતું. આજે જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો છે.

ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો

જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપી ઝડપાયો છે. મુળ અમદાવાદના મણિનગરનો રહેવાસી અને વડોદરામાં રહેતો તથા ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો છે.

સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી

નકલી ડીવાયએસપી વિનીત દવેએ સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી અંદાજે બે કરોડ થી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું,

સિવિલ પ્રિન્સીપાલ જજનું ડુપ્લીકેટ કાર્ડ પણ બનાવ્યું

ભેજાબાજે પોતાના ફેમિલી કોર્ટના ડ્રાઈવર સાથે સિવિલ પ્રિન્સીપાલ જજનું ડુપ્લીકેટ કાર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત ડીવાયએસપી તરીકે નું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. પાટણના બે પોલીસકર્મીઓના પણ આઈકાર્ડ બનાવ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો---CHOTAUDEPUR : હત્યાના બનાવમાં એક જ પરિવારના 11 સભ્યોને આજીવન કેદ

Tags :
GujaratJunagadhJunagadh police. fake dysp
Next Article