Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Odisha Train Accident : મૃત્યુઆંક વધીને 233, 900 થી વધુ ઘાયલ, એક દિવસનો રાજ્ય શોક

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ...
08:17 AM Jun 03, 2023 IST | Viral Joshi

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા. દરમિયાન, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર આવી અને પલટી ગયેલા કોચ સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બાદમાં NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

સાત કોચ પલટી, 15 પાટા પરથી ઉતરી ગયા

અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસના સાત ડબ્બા પલટી ગયા, ચાર ડબ્બા રેલ સીમાની બહાર ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કુલ 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.

વળતરની જાહેરાત

તે જ સમયે, અકસ્માત પછી, રેલ્વે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આપવાની જાહેરાત કરી હતી.

અહેવાલ : રવિ પટેલ, અમદાવાદ

આ પણ વાંચો : ઓડિશામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાયા, 50 મુસાફરોના મોત, 350 ઘાયલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BahanagaBalasore TrainGujarati NewsOdishaOdishaTrainAccidentorissa
Next Article