ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઈ દિવસ વિચાર્યું છે કયા રાજ્યમાં સૌથી વધારે ધનિક લોકો વસે છે ? યાદીમાં આ ક્રમે આવે છે ગુજરાત

તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ માત્રામાં અમીર લોકો વસે છે ? દેશના મોટાભાગના સુપર રિચ વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે, ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં 391 સુપર રિચ લોકો છે.  360 વન વેલ્થ અને...
04:32 PM Oct 17, 2023 IST | Harsh Bhatt

તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ માત્રામાં અમીર લોકો વસે છે ? દેશના મોટાભાગના સુપર રિચ વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે, ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં 391 સુપર રિચ લોકો છે.  360 વન વેલ્થ અને હુરુન ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્યવ્યાપી વિશ્લેષણ મુજબ, રાજધાની દિલ્હીમાં 199 વ્યક્તિઓ એવા છે જેમની નેટવર્થ 30 ઓગસ્ટ, 2023 સુધીમાં રૂ. 1000 કરોડથી વધુ છે.

એકંદરે, દિલ્હીના અતિ સમૃદ્ધ લોકો પાસે 16,59,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં સૌથી ધનિક HCLના શિવ નાદર છે, જેમની સંપત્તિ 2,28,900 કરોડ રૂપિયા છે. રિપોર્ટને માનવામાં આવે તો દિલ્હીમાં મોટાભાગના સુપર રિચ લોકોએ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાંથી કમાણી કરી છે.

ગુજરાતમાં સૌથી ધનિક વ્યક્તિ છે ગૌતમ અદાણી

મોટા રાજ્યોમાં (મહારાષ્ટ્ર સિવાય), ગુજરાતમાં 110 સુપર રિચ લોકોની સંખ્યા છે. સામૂહિક રીતે, તેઓ રૂ. 10,31,500 કરોડની સંપત્તિ ધરાવે છે. આ સંપત્તિમાંથી લગભગ 50 ટકા રાજ્યના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પાસે છે. તે બીજા સૌથી અમીર ભારતીય પણ છે.

ગુજરાત પછી કર્ણાટક આવે છે. આ દક્ષિણ રાજ્યમાં 108 સુપર રિચ લોકો રહે છે, જેમની કુલ સંપત્તિ 6,91,200 રૂપિયા છે. અહીંના સૌથી ધનિક વ્યક્તિ આરએમઝેડ કોર્પના અર્જુન મેંડા છે. આ યાદીમાં તેઓ નવા વ્યક્તિ છે, ત્યારબાદ ઝેરોધાના સીઈઓ નીતિન કામથ છે, જેમની સંપત્તિમાં એક વર્ષમાં 46 ટકાનો વધારો થયો છે. તેમના પછી ઈન્ફોસિસના સહ-સ્થાપક સેનાપતિ 'ક્રિસ' ગોપાલકૃષ્ણનનો નંબર આવે છે.

આ રાજ્યમાં સૌથી ધનિક વ્યક્તિ એક મહિલા છે

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મળીને 105 સુપર રિચ લોકો છે જ્યારે તમિલનાડુમાં 103 સુપર રિચ લોકો વસવાટ કરે છે. તમિલનાડુના સૌથી અમીર લોકો પાસે 4,53,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એકમાત્ર રાજ્ય છે જ્યાં સૌથી ધનિક વ્યક્તિ એક મહિલા છે, તેનું નામ રાધા વેમ્બુ છે. તે ઝોહો કોર્પોરેશનની સહ-સ્થાપક છે. રાજ્યના બીજા સૌથી ધનિક વ્યક્તિ રાધા વેમ્બુના ભાઈ શ્રીધર વેમ્બુ છે, ત્યારબાદ સન ટીવીના કલાનિથિ મારન છે.

કેરળમાં રૂ. 3,60,500 કરોડની સંપત્તિ સાથે 31 સુપર રિચ લોકો છે. તેમાંથી સૌથી અમીર લુલુ ગ્રુપના યુસુફ અલી એમએ છે. તેમના જમાઈ શમશીર વાયલીલ કેરળના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ વાયલીલ બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન છે અને તેઓ પ્રથમ વખત અમીરોની યાદીમાં પ્રવેશ્યા છે.

આ પણ વાંચો -- ભાજપનું મિશન 2024, વિધાનસભા ચૂંટણીને લઈ તૈયાર કર્યો ખાસ પ્લાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
GujaratIndiaKERALMaharashtraRICH PEOPLE
Next Article