Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં સ્મશાન મુદ્દે ચાલતા આંદોલનના પારણાં સમયે જ અફરા તફરી, વાંચો અહેવાલ

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનના મુદ્દે ગોંડલમાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફરા તફરી મચી જવા પામી હતી. ખડવંથલીના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસીઓની માંગણી સ્વીકારી પારણાં...
05:20 PM Oct 05, 2023 IST | Vipul Pandya

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના મેઘવાળ સમાજ દ્વારા સ્મશાનના મુદ્દે ગોંડલમાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફરા તફરી મચી જવા પામી હતી. ખડવંથલીના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસીઓની માંગણી સ્વીકારી પારણાં કરાવાઇ રહ્યા હતા, એ જ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ધસી આવેલા યુવાને શરીર પર કેરોસીન છાંટતા હોહા મચી જવા પામી હતી. પોલીસે તુરંત યુવાન ને પકડી લઈ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો.હજું તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં ત્રણ યુવાનોએ ફીનાઇલ ગટગટાવતા મામલો ગંભીર બન્યો હતો.પોલીસે તુરંત આ યુવાનો ને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટના ને લઈ ને પારણા કરાવી રહેલા મેઘવાળ સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા. લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતાં પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસી છાવણી હટાવી દીધી હતી. દરમિયાન હોસ્પિટલમાં પણ મેઘવાળ સમાજ ના યુવાનો એકઠા થતાં વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

 

સ્મશાનના મુદ્દે 20 દિવસથી આંદોલન

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયત દ્વારા મેઘવાળ સમાજના સ્મશાન ને તોડી પાડી ત્યાંથી રસ્તો કઢાયો હોવાથી જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના મેઘવાળ સમાજ દ્વારા ગોંડલ ડો.આંબેડકરની પ્રતિમા નીચે ઉપવાસ આંદોલન ચાલી રહયું હતું. આંદોલનને વીસ દિવસ થવા છતાં જાડી ચામડી ધરાવતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હતી જેથી આત્મવિલોપન ની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ.ડામોર, પીએસઆઇ કોઠીયા,તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો. એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડ ને પણ તૈનાત કરાયું હતું.

 

યુવકે શરીર પર કેરોસિન છાંટ્યું

દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી સહિત તંત્રના અધિકારીઓ અને ખડવંથલી ના સરપંચ ભાવેશ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકર્તાઓની માંગણી સ્વીકારી સ્મશાન માટે જમીન ફાળવવાની ખાત્રી આપતા મેઘવાળ સમાજ ના આગેવાનો ગીરધરભાઇ સોલંકી,બાબુભાઇ મકવાણા,સવજીભાઈ સાગઠીયા,હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા,ભીખાભાઇ બગડા,વિપુલભાઈ પરમાર સહિત સમાજ ના લોકો સહમત થયા હતા.અને ઉપવાસીઓ હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યું હતુ.પરંતુ એલર્ટ રહેલા પીઆઇ.ડામોર સહિતના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

 

3 યુવકોનો ફિનાઇલ પીવાનો પ્રયાસ

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.પોલીસે તુરંત ત્રણેય યુવાનો ને હોસ્પિટલ ખસેડી માહોલ ને કાબુમાં લઈ આગેવાનો ન સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ. બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે મેઘવાળ સમાજ ના યુવાનો એકઠા થતાં ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

 

સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી

આત્મવિલોપન નો પ્રયાસ કરનાર હોસ્પિટલમાં રહેલા મનસુખભાઈ રાઠોડે જણાવ્યુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે. બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ગીરધરભાઇ સોલંકી એ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીન ના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે. જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ના હોય પગલુ ભરાયુ છે. હોસ્પીટલમા દાખલ થયેલા ચારેય યુવાનો ની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આ પણ વાંચો---BOTAD : નવરાત્રી પર્વને લઈને ગઢડામાં લોકો માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી

Tags :
agitation Meghwal societycremation issuegonda
Next Article