Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Scam of VFS Global Employees : કર્મચારીઓએ રૂપિયાની લાલચે 28 વિઝા અરજદારોની વિશ્વસનીયતા જોખમમાં મુકી, ક્રાઈમ બ્રાંચે FIR નોંધી

દેશ-વિદેશમાં વિઝા સર્વિસ (Visa Services) આપતી VFS Global સામે સવાલ ઉભા થાય તેવી એક ઘટના અમદાવાદમાં બની છે. VFS Global ના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે વિઝા અરજદારોના ગેરકાયદેસર રીતે બાયોમેટ્રીક (Illegal Biometric by VFS Global Employees) કરાવ્યા હોવાનો મામલો સામે...
scam of vfs global employees   કર્મચારીઓએ રૂપિયાની લાલચે 28 વિઝા અરજદારોની વિશ્વસનીયતા જોખમમાં મુકી  ક્રાઈમ બ્રાંચે fir નોંધી

દેશ-વિદેશમાં વિઝા સર્વિસ (Visa Services) આપતી VFS Global સામે સવાલ ઉભા થાય તેવી એક ઘટના અમદાવાદમાં બની છે. VFS Global ના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે વિઝા અરજદારોના ગેરકાયદેસર રીતે બાયોમેટ્રીક (Illegal Biometric by VFS Global Employees) કરાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટ્રાવેલ એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા VFS Global ના કર્મચારીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ફરિયાદ નોંધી છે. VFS Global ના અમદાવાદ સ્થિત કર્મચારીએ આપેલી FIR બાદ પીઆઈ ભાવિન સુથારે (PI Bhavin Suthar) સમગ્ર મામલાની તપાસ આરંભી દીધી છે.

Advertisement

શું છે VFS Global ?

ભારત સહિત અન્ય દેશોમાં કાર્યરત VFS Global જે-તે દેશની હાઈ કમિશન કચેરી અને અરજદાર વચ્ચે સંકલન કરે છે. ઉદાહરણની રીતે જોઈએ તો, કોઈ ભારતીયને વિદેશમાં CANADA UK USA Schengen વિગેરેના વિઝા મેળવવા હોય તો સૌ પ્રથમ તેની અરજી VFS Global માં કરવાની રહે છે. VFS Global ની જે-તે શહેરમાં આવેલી ઓફિસમાં વિઝા અરજદાર પાસેથી મેળવેલા દસ્તાવેજો અને પાસપોર્ટ મેળવી લેવામાં આવે છે. અરજદારના દસ્તાવેજો અને પાસપોર્ટ મેળવી લઈને VFS Global જે-તે દેશની હાઈ કમિશન ઓફિસને મોકલી આપે છે. આ સર્વિસ માટે VFS Global અરજદાર પાસેથી ફી પણ વસૂલે છે. તત્કાલ, VIP જેવી વિગેરે વિગેરે સર્વિસ VFS Global પૂરી પાડે છે. હાઈ કમિશનના નિર્ણય બાદ પાસપોર્ટ જે-તે VFS Global Office માં આવે છે અથવા તો અરજદારે કુરીયર સર્વિસ લીધી હોય તો ત્યાં પહોંચાડવામાં આવે છે.

Advertisement

કોણે જાણ કરી અને શું છે FIR માં ?

CANADA IRCC (Immigration, Refugees and Citizenship Canada) માં થોડા દિવસો પહેલાં ગુજરાતના 28 વિઝા અરજદારના બાયોમેટ્રીકનો ડેટા પહોંચ્યો હતો. આ ડેટા જોઈને CANADA IRCC ના અધિકારીઓ ચોંકી ગયા હતા. 28 વિઝા અરજદારની પ્રક્રિયા બાયોમેટ્રીક સુધી પહોંચી નહીં હોવા છતાં તે સિસ્ટમમાં આવી જતા CANADA IRCC એ તુરંત VFS Global નો સંપર્ક કર્યો હતો. VFS Global Private Limited Ahmedabad એ આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV જોતા VFS Global માં એપોઈન્ટમેન્ટ વિના કેટલાંક અરજદારોને સ્ટાફે બાયોમેટ્રીક માટે બોલાવ્યા હતાં. સામાન્ય રીતે CANADA IRCC માં પ્રોસેસ થયા બાદ વિઝા અરજદારને બાયોમેટ્રીક માટે એક લેટર મોકલવામાં આવે છે. જો કે, VFS Global ના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે ટ્રાવેલ એજન્ટ સાથે મળીને રૂપિયાની લાલચે અરજદારોની બાયોમેટ્રીકની ગેરકાયદેસર કાર્યવાહી કરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને VFS Global Ahmedabad Deputy Manager વ્યોમેશ ઠાકરે ફરિયાદ આપી છે. ફરિયાદમાં VFS Global ના કર્મચારી મેલ્વીન ક્રિસ્ટી, સોહીલ દિવાન, VFS Global ના પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડ તેમજ એક E-Mail ID તથા એક મોબાઈલ નંબરધારકને આરોપી દર્શાવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિઝા અરજદારોની કામગીરી પૂર્ણતાના આરે છે તેવું દર્શાવવા ટ્રાવેલ એજન્ટે સમગ્ર કાંડ રચ્યો હતો. ટ્રાવેલ એજન્ટે VFS Global Employee અને VFS Global Ex Employee સાથે સાંઠગાંઠ આચરીને આ કૃત્ય આચર્યું હતું.

Advertisement

કોના-કોના બાયોમેટ્રીક લેવાયા ?

ટ્રાવેલ એજન્ટે VFS Global Employees અને VFS Global Ex Employee સાથે મળીને એક ષડયંત્ર રચ્યું હતું. જેનો ભોગ 28 વિઝા અરજદારો બન્યાં છે. જેમાં પટેલ પલકબેન નીતિન, પટેલ મીત સુરેશકુમાર, ચૌધરી સેજલબેન અનિલકુમાર, ચૌધરી અનિલકુમાર અમૃતભાઈ, પટેલ શરદકુમાર દશરથભાઈ, પટેલ કોમલબેન શરદકુમાર, કાનાણી મોહંમદઅલી સાદીકઅલી, કાનાણી હિના મોહંમદઅલી, પારેખ સૌરીન વિષ્ણુભાઈ, પટેલ ખુશ વિનયભાઈ, પટેલ દિનેશકુમાર નટવરભાઈ, પટેલ સિદ્ધાર્થ રાકેશકુમાર, પટેલ હાર્દિક હસમુખભાઈ, પટેલ નીતિનકુમાર ઘનશ્યામભાઈ, પટેલ હેતલ નીતિનકુમાર, પટેલ રવિકુમાર ચમનલાલ, પટેલ અમૃતાબેન રવિકુમાર, પટેલ રવિભાઈ ચિનુભાઈ, પટેલ નિરાલી રવિભાઈ, મનસુરી મોહંમદઅથર યાકુબભાઈ, ચૌધરી અક્ષયકુમાર રમેશભાઈ, મિસ્ત્રી ગ્રીષ્માબેન ભાવિકભાઈ, પટેલ નિધિ દર્શનકુમાર, પટેલ દર્શનકુમાર રાજેન્દ્રકુમાર, પટેલ રાહુલકુમાર મહેશભાઈ, પટેલ નીતિન પ્રભુભાઈ, ચૌધરી સૌરવકુમાર દિલીપકુમાર અને ચૌધરી મિત્તલબેન ભરતકુમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IAS S K Langa Scam : પંચમહાલ SP ના ઈન્સ્પેક્શનમાં ભાંડો ફૂટ્યો, પોલીસ અધિકારીઓનું ષડયંત્ર સામે આવ્યું

Tags :
Advertisement

.