Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જીનાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ ,ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું આજે ખરાબ હવામાનને કારણે સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, મમતા બેનર્જી જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર બૈકુંથપુરના...
મમતા બેનર્જીનાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ  ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું આજે ખરાબ હવામાનને કારણે સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, મમતા બેનર્જી જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર બૈકુંથપુરના જંગલો પર ઉડતી વખતે ખરાબ હવામાનના વિસ્તારમાં પહોંચી ગયું હતું.

Advertisement

સીએમ મમતા બેનર્જીને હોસ્પિટલમાં દાખલ કરાયા

એક અધિકારીએ જણાવ્યું કે, અહીં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી પાઈલટે ઈમરજન્સીમાં હેલિકોપ્ટરને લેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. મળતા અહેવાલો મુજબ સીએમ મમતા બેનર્જીને પીઠ અને પગમાં ઈજા થઈ છે. તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પીકર બિમાન બેનર્જીએ જણાવ્યું કે, તેઓ સ્વસ્થ છે, ડોક્ટર તપાસ કરી રહ્યા છે, બુલેટિન બહાર પાડશે.

Advertisement

પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયતની ચૂંટણી

Advertisement

તેમણે કહ્યું કે, આ ઘટના બાદ એવો નિર્ણય કરાયો છે કે, મમતા બેનર્જી રોડ માર્ગે બાગડોગરા એરપોર્ટ જશે અને ત્યાંથી ફ્લાઈટમાં કોલકાતા જશે. CM મમતા બેનર્જી પંચાયત ચૂંટણી માટે રાજ્યના ઉત્તર ભાગમાં ઘણા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે 8મી જુલાઈએ મતદાન થશે. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં યોજાનારી પંચાયત ચૂંટણી માટે મમતા બેનર્જી રેલીઓ કરી રહ્યા છે. પંચાયત ચૂંટણીને લઈને તાજેતરમાં જ હિંસાની ઘણી ઘટનાઓ પણ સામે આવી છે.

કૂચબિહાર જિલ્લામાં TMCના 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ

આજે સવારે કૂચબિહાર જિલ્લામાં TMCના 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ફાયરિંગ પણ થયું હતું. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. જ્યારે 1 વ્યક્તિનું મોત થયું છે. અગાઉ સોમવારે મુર્શિદાબાદમાં પણ ટીએમસી અને સીપીઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટની ઘટના પણ સામે આવી છે. દરમિયાન પંચાયત ચૂંટણીમાં હિંસાને ધ્યાને રાખી પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે.

Tags :
Advertisement

.