ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Emergency: ગુજરાતના પૂરમાં 67 લોકોના જીવ બચાવનાર હેલિકોપ્ટરનું દરિયામાં......

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ પોરબંદરના દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું 1 ક્રૂનો બચાવ, લાપતા 3 લોકોની શોધખોળ ચાલુ કોસ્ટગાર્ડના 4 જહાજ, 2 વિમાન દ્વારા રેસ્ક્યૂ કાર્ય રેસ્ક્યૂ માટે ગયેલું હેલિકોપ્ટર દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત હરિ લીલા જહાજમાં એક ક્રૂનું રેસ્ક્યૂ કરવાનું હતું...
10:19 AM Sep 03, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
Emergency landing

Emergency: પોરબંદર પાસેના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ (Emergency) કરવામાં આવ્યું છે. આ ઘટનામાં 1 ક્રુનો બચાવ થયો છે જ્યારે 3 કર્મચારી લાપતા બન્યા છે. લાપતા કર્મચારીઓની શોધખોળ ચાલુ છે. આ હેલિકોપ્ટર રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ કરવા ગયું હતું.

આ હેલિકોપ્ટરે તાજેતરના અતિ ભારે વરસાદ બાદની પૂરની સ્થિતીમાં 67 લોકોના જીવ બચાવ્યા હતા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) ના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ ગુજરાતમાં તાજેતરના અતિ ભારે વરસાદ બાદની પૂરની સ્થિતીમાં 67 લોકોના જીવ બચાવ્યા હતા. ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિ લીલા પર સવાર ગંભીર રીતે ઘાયલ ક્રૂ સભ્યોને તબીબી સહાય પૂરી પાડવા માટે ગઈકાલે લગભગ 11 કલાકે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જહાજના માલિક તરફથી મળેલી વિનંતીના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો----Navsari : પૂર્ણા, અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ, લોકોનું સ્થળાંતર, રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર

સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ

ICG ALH હેલિકોપ્ટર, ચાર ક્રૂ સભ્યોને લઈને, કથિત રીતે આ ઓપરેશન દરમિયાન સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના 3 સભ્યોની શોધ ચાલુ છે. પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે જહાજની નજીક આવી રહ્યું હતું.

સર્ચ ઓપરેશન શરુ

હાલમાં, ICGએ સર્ચ ઓપરેશન માટે 04 જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે અને તેના દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----Bharuch: બે કલાકમાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરગ્રસ્ત

Tags :
Emergency LandingGujaratHelicopterIndian Coast GuardMissing personsRescue and Search Operationsea near Porbandar