Elvish Yadav : સાપની દાણચોરી કેસમાં કોર્ટે 5 આરોપીઓને જેલમાં મોકલ્યા, FIR માં એલ્વિશનું પણ નામ
નોઇડા અને એનસીઆરના અન્ય શહેરોમાં રેવ પાર્ટીઓનું આયોજન કરવા અને તેના માટે વિદેશી છોકરીઓને આમંત્રિત કરવા બદલ પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ ધરપકડ કરાયેલા આરોપીઓને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી કોર્ટે પાંચેય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડની માંગ ઉઠાવી
બીજેપી સાંસદ મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડની માંગ ઉઠાવી છે. તેમણે કહ્યું કે પોલીસે એલ્વિશ યાદવ અને તેના જેવા લોકોને તાત્કાલિક પકડવા જોઈએ જેઓ કાયદો તોડવાનો પ્રયાસ કરે છે. એલ્વિશ ઘણા દિવસોથી સાપ પહેરીને ડાન્સ કરી રહ્યો છે .અમે સાંભળ્યું છે કે તે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે જેમાં તે અજગર અને કોબ્રા વેચે છે, તેમનું ઝેર કાઢે છે અને તેને વેચે છે. જે લોકો ઝેર લે છે તેમની કિડની ફેલ થાય છે. જે લોકો જંગલમાંથી સાપ લાવે છે અને તેને મારી નાખે છે તેને 7 વર્ષની જેલની સજા છે અને જો કોઈ પાસે આવી વધુ માહિતી હોય તો અમને જણાવો, અમે આવા વધુ લોકોને પકડાવીશું.
યોગી આદિત્યનાથને કરી વિનંતી
એલ્વિશ યાદવે વધુમાં કહ્યું કે, મારા વિશે જે પણ કહેવામાં આવી રહ્યું છે, તેમાં કોઈ સત્ય નથી. મારા નામને આરોપોથી કલંકિત કરશો નહીં. હું UP પોલીસને સહકાર આપવા તૈયાર છું. હું યુપી પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરવા માંગુ છું કે, જો આ મામલે મારા પર 1% પણ આરોપો સાબિત થશે તો હું જવાબદારી લઈશ.
અમે તેને યુટ્યુબ પર જોયું, પછી જાળ બિછાવી
મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે અમારી ટીમે આ કર્યું છે. અમે તેને યુટ્યુબ પર જોયું, પછી જાળ બિછાવી અને એલ્વિશ યાદવને પૂછ્યું, તેણે કહ્યું કે આ લોકો છે અને હું પાર્ટીઓમાં સપ્લાય કરું છું.
શું કહ્યું સ્વાતિ માલીવાલે?
સ્વાતિ માલીવાલે X પર લખ્યું કે હમણાં જ સમાચારમાં જોયું કે યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે એલ્વિશ યાદવ ‘રેવ પાર્ટીઓ’નું આયોજન કરે છે જેમાં નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. હરિયાણાના સીએમ આ માણસને પ્લેટફોર્મ પરથી પ્રમોટ કરે છે. એક તરફ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવી પ્રતિભાઓને રસ્તા પર મારવામાં આવે છે અને હરિયાણા સરકાર આવા લોકોને પ્રોત્સાહન આપે છે. તેના વીડિયોમાં તમને છોકરીઓ પર અશ્લીલ કોમેન્ટ્સ અને અપશબ્દો જોવા મળશે.
એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે એફઆઈઆર થઇ હતી
ડીએફઓ પ્રમોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે યુટ્યુબર અને બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં રેવ પાર્ટીમાં કથિત રીતે સાપનું ઝેર આપવાનો આરોપ છે. જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે લાંબા સમયથી આ મામલે જોડાયેલા છીએ
FIR માં મુખ્ય આરોપી એલ્વિશ યાદવ
બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ પર ક્લબ અને પાર્ટીઓમાં સાપ કરડવાના ગંભીર આરોપો છે. પીએફએ ટીમે કોબ્રા સાપ અને સાપનું ઝેર કબજે કર્યું છે. FIRમાં મુખ્ય આરોપી એલ્વિશ યાદવ છે. એલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : Chhattisgarh Election 2023 : ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો, જાણો શું કરી મોટી જાહેરાત