Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Elvish એ કહ્યું - Maxtern એ મારા પરિવારને જીવતા સળગાવવાની ધમકી આપી પછી હું...

બિગ બોસ ફેમ Elvish Yadav છેલ્લા ઘણા સમયથી વિવાદો (controversies) માં જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સાપનું ઝેર (snake poison) સપ્લાઈ કરવાનો આરોપ લાગ્યો હતો. હવે એક નવા વિવાદ સાથે Elvish Yadav નું નામ જોડાઈ ગયું છે. તાજેતરમાં...
09:05 PM Mar 09, 2024 IST | Hardik Shah
ELVISH VS MAXTERN

બિગ બોસ ફેમ Elvish Yadav છેલ્લા ઘણા સમયથી વિવાદો (controversies) માં જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સાપનું ઝેર (snake poison) સપ્લાઈ કરવાનો આરોપ લાગ્યો હતો. હવે એક નવા વિવાદ સાથે Elvish Yadav નું નામ જોડાઈ ગયું છે. તાજેતરમાં તેણે એક શખ્સ સાથે મારા મારી કરવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમા તે એક Youtuber MAXTERN ઉર્ફે સાગર ઠાકુરને મારતો જોવા મળી રહ્યો છે. સાગર ઠાકુર પર હુમલો કર્યા બાદ Elvish Yadav ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. પણ હવે તેણે એક વીડિયો જાહેર કરી પોતાની પ્રતિક્રિયા આપી છે.

તમે એક બાજુની વાત સાંભળી.. હવે મારી વાત પણ સાંભળો : Elvish Yadav

Elvish Yadav નો વિવાદો સાથે જુનો સંબંધ છે. થોડા દિવસો પહેલા થપ્પડ મારવાની ઘટના બાદ એલ્વિશ હવે ગુંડાગીરીના કારણે ચર્ચામાં છે. હાલમાં જ એલ્વિશનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે (Elvish Yadav) યુટ્યુબર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્નને તેના ઘરમાં ઘૂસીને મારી રહ્યો છે. જે વીડિયો બાદ Elvish Yadav ને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો છે. જે બાદ હવે તેની પ્રતિક્રિયા સામે આવી છે. જેમા તેણે સમગ્ર ઘટનાનું વિવરણ કર્યું છે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, તમે એક બાજુની વાત સાંભળીને નિર્ણય લીધો, પણ મારી વાત તો સાંભળો. તેણે આગળ કહ્યું કે, આજકાલ ઇન્ટરનેટ પર ખૂબ જ નકારાત્મક વાતાવરણ ચાલી રહ્યું છે. એક વીડિયોમાં હું મેક્સટર્ન પર હાથ ઉંઠાવી રહ્યો છું. બીજા વીડિયોમાં મેક્સટર્ન મારા વિશે ઘણી વાતો કરી રહ્યો છે. જેના આધારે તમે મને આરોપી ગણાવ્યો છે. એલ્વિશે કહ્યું, અમે એક પછી એક બધી વાતો સાફ કરીશું. કારણ કે આપણા દેશના લોકો એક બાજુની વાતો સાંભળે છે અને માને છે. હું ઈચ્છું છું કે તમે આ બાજુની વાત પણ સાંભળો અને તમને વાતની બીજી બાજુ પણ જાણવાનો અધિકાર છે અને મને તે કહેવાનો અધિકાર છે.

મને MAXTERN એ કહ્યું, તારા પરિવારને જીવતા સળગાવી દઇશ : Elvish Yadav

વધુમાં, તેણે વીડિયોમાં પોતાનો ખુલાસો આપતાં કહ્યું કે, તેની અને મેક્સટર્ન વચ્ચે છેલ્લા 8 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. તે કહે છે કે, જ્યારે હું બિગ બોસમાં ગયો હતો. 8 મહિના થઈ ગયા, 8 મહિનાથી તમે જોઈ શકો છો કે હું મેક્સટર્ન સાથે શું કરી રહ્યો છું અને મેક્સટર્ન મારી સાથે શું કરી રહ્યો છે. તેની દરેક ટ્વીટ મારા વિરુદ્ધ તમને મળી જશે. મને પોક કરતી જ મળશે. તમને બધું જ મળશે. તેણે કહ્યું કે, મેક્સટર્ન હંમેશા X પર તેના વિશે ખરાબ બોલે છે અને તેના વિરુદ્ધ અપશબ્દો પણ લખે છે. આગળ, એલ્વિશ યાદવે કહ્યું કે તે મેક્સટર્ન સાથે કોલ પર વાત કરવા માંગતો હતો, પરંતુ તેણે તેને ગુરુગ્રામમાં મળવા બોલાવ્યો હતો. આ પછી જ્યારે તે તેને મળવા ગયો તો મેક્સટર્ન તેના (Elvish Yadav) પરિવારને જીવતો સળગાવી દેવાની ધમકી આપવા લાગ્યો. આ પછી એલ્વિશે કહ્યું કે, પરિવાર વિશે સાંભળીને મારું લોહી ઉકળી ગયું અને પછી મેં તેની સાથે અપશબ્દોમાં વાત કરી. જોકે, કોઇ પણ વ્યક્તિ જ્યારે પોતાના પરિવાર વિશે આવું સાંભળે તો તે પણ આવું જ કરશે.

આ વીડિયોમાં જાણો શું કહે છે Elvish Yadav ?

શું હતું લડાઈનું કારણ?

એલ્વિશ યાદવ થોડા દિવસો પહેલા સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં રમતા જોવા મળ્યો હતો. Munawar Faruqui પણ અહીં હાજર હતો. બંને વચ્ચે ઘણા સમયથી દુશ્મની હતી પરંતુ મેચ બાદ એલ્વિશ અને Munawar Faruqui એકસાથે પોઝ આપતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ બંનેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ એલ્વિશ ટ્રોલરના નિશાના પર આવી ગયો હતો. Munawar Faruqui સાથે એલ્વિશ યાદવનો ફોટો તેના કેટલાક ફેન્સ અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યો ન હતો. સાગર ઠાકુરે Munawar Faruqui સાથે એલ્વિશ યાદવનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો. તેણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં એલ્વિશ દુનિયાને ડબલ ઠોલકી કહી રહ્યો હતો. સાગરની પોસ્ટ પર એલ્વિશ યાદવે જવાબ આપ્યો હતો, 'ભાઈ, તમે દિલ્હીમાં રહો છો, વિચાર્યું કે હું તમને યાદ કરાવી દઉં.' આ પછી સોશિયલ મીડિયા પર સાગર અને એલ્વિશ યાદવ વચ્ચે શો-ઓફની ચર્ચા શરૂ થઈ ગઈ. ત્યારબાદ વોટ્સએપ પર જોરદાર ગરમાગરમી શરૂ થઈ ગઇ અને બંને વચ્ચે મીટિંગ નક્કી થઈ. બંને ગુરુગ્રામના મોલમાં મળ્યા હતા, જ્યાં સાગરને એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓએ માર માર્યો હતો. સાગરનો આરોપ છે કે એલ્વિશ 8-10 ગુંડાઓ સાથે સ્ટોર પર આવ્યો હતો. બધા નશામાં હતા. અહીં બધાએ સાગર ઠાકુરને ખૂબ માર માર્યો હતો. એલ્વિશે તેની કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને જતી વખતે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો - Elvish Yadav vs Maxtern: એલ્વિશ યાદવ સામે FIR નોંધવામાં આવી, YouTuber ને માર મારવાનો આરોપ

આ પણ વાંચો - Miss World 2024: ભારતમાં 27 વર્ષ બાદ આજે મુંબઇમાં મિસ વર્લ્ડ ફિનાલે યોજાશે

આ પણ વાંચો - MAIDAAN FILM : ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા “MAIDAAN”, અજય દેવગન દેખાશે આ REAL HERO ના પાત્રમાં

Tags :
Big bossBig Boss OTT Season 2DelhielvishElvish vs MaxternElvish yadavelvish yadav and maxtern controversyelvish yadav angry on maxternelvish yadav bigg bosselvish yadav controversyelvish yadav fightelvish yadav fight with maxternelvish yadav maxtern fightelvish yadav newselvish yadav vlogsElvish Yadav vs Maxternelvish yadav vs maxtern controversyelvish yadav vs maxtern fightelvish yadav vs maxtern fight videoFIRGujaratFirstMaxternmaxtern elvish yadavmaxtern fight with elvish yadavmaxtern vs elvish yadav controversyMunawar FaruquiNational
Next Article