Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એલોન મસ્કે કહ્યું, હું PM MODI નો પ્રશંસક છું

વડાપ્રધાન મોદીના પ્રશંસક બન્યા ઉદ્યોગપતિ મસ્ક ઉદ્યોગપતિ એલન મસ્કની PM મોદી સાથે મુલાકાત હું વડાપ્રધાન મોદીનો મોટો પ્રશંસક છુંઃ એલન મસ્ક ભારતના ભવિષ્યને લઈ અતિ ઉત્સાહિતઃ એલન મસ્ક PM મોદી ખરેખર ભારતની ચિંતા કરે છેઃ એલન મસ્ક PM મોદી સાથેની...
06:11 AM Jun 21, 2023 IST | Vipul Pandya

વડાપ્રધાન મોદીના પ્રશંસક બન્યા ઉદ્યોગપતિ મસ્ક
ઉદ્યોગપતિ એલન મસ્કની PM મોદી સાથે મુલાકાત
હું વડાપ્રધાન મોદીનો મોટો પ્રશંસક છુંઃ એલન મસ્ક
ભારતના ભવિષ્યને લઈ અતિ ઉત્સાહિતઃ એલન મસ્ક
PM મોદી ખરેખર ભારતની ચિંતા કરે છેઃ એલન મસ્ક
PM મોદી સાથેની બેઠક શાનદાર રહીઃ એલન મસ્ક
ટ્વીટર અને ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે મસ્ક

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે.

હું મોદીનો પ્રશંસક છું.
પોતાને મોદીના પ્રશંસક ગણાવતા એલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તે પોતાના દેશમાં નવી કંપનીઓને ખુલ્લા હાથે આવકારવા માંગે છે. હું મોદીનો પ્રશસંક છું.

હું આવતા વર્ષે ભારત આવીશ
પીએમ મોદી સાથેની મુલાકાતનું વર્ણન કરતાં મસ્કે કહ્યું કે આ વાતચીત શાનદાર રહી.તે એક અદ્ભુત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.

ભારતમાં રોકાણ કરો
પીએમ મોદી સાથેની મુલાકાત વિશે પૂછવા પર મસ્કે કહ્યું કે મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ સક્રિય છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ.  મસ્કે કહ્યું કે તે ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માંગે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એવા લોકોને મદદ મળશે જેમની પાસે ઈન્ટરનેટ નથી. એલોન મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશ માટે ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકી પ્રવાસ કેટલો મહત્વનો છે અને આ એક પ્રવાસ સમગ્ર વિશ્વમાં ભારતના વધતા વર્ચસ્વનો કેવો અંદાજ લગાવી શકે છે તે જાણતા પહેલા એ પણ જાણી લો કે અમેરિકન પ્રવાસ પર PM મોદીનો શું પ્લાન છે.

આ પણ વાંચો----USA માં વડાપ્રધાન મોદીના આવા ફેન તમે નહીં જોયા હોય, VIDEO

Tags :
elon muskNarendra Modipm modipm modi us visit
Next Article