Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેક ડોર્સીના આરોપો અંગે એલોન મસ્કનો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે.  મંગળવારે પીએમ મોદીને અમેરિકાની તમામ મોટી હસ્તીઓ તેમને એક પછી એક મળી હતી. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ મોદીને મળ્યા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારતીય પીએમને મળ્યા...
જેક ડોર્સીના આરોપો અંગે એલોન મસ્કનો જડબાતોડ જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે.  મંગળવારે પીએમ મોદીને અમેરિકાની તમામ મોટી હસ્તીઓ તેમને એક પછી એક મળી હતી. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ મોદીને મળ્યા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારતીય પીએમને મળ્યા બાદ મસ્કે કહ્યું કે ભારતમાં અન્ય મોટા દેશ કરતાં વધુ ક્ષમતા છે અને તેઓ ભવિષ્યને લઈને ઉત્સાહિત છે.
કોઈપણ સોશિયલ મીડિયા પાસે સ્થાનિક સરકારના નિયમોનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી
પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સી દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું કે કોઈપણ સોશિયલ મીડિયા પાસે સ્થાનિક સરકારના નિયમોનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Advertisement

કોઈપણ દેશમાં તેમના કાયદાનું પાલન કરવું
 ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ તાજેતરમાં ભારત સરકાર પર આરોપ લગાવી કહ્યું હતું કે સરકારે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ટ્વિટર પર વિરોધ કરતા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારે તેમના પર દબાણ કર્યું હતું. મસ્કે કહ્યું કે જો દેશોની સરકારના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો એક જ વિકલ્પ રહેશે કે ટ્વિટર બંધ કરી દેવામાં આવશે. તેથી જ આપણે જે પણ સારું છે તે કરી શકીએ છીએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે કોઈપણ દેશમાં તેમના કાયદાનું પાલન કરવું.
ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં જોવા મળશે
ટેસ્લાના ભારતમાં પ્રવેશ અંગે એલોન મસ્કે કહ્યું કે અમે આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છીએ. તેણે કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં જોવા મળશે. મસ્કે કહ્યું કે આશા છે કે અમે ભવિષ્યમાં કંઈક જાહેરાત કરી શકીશું. મસ્કે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ અમને ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા વિનંતી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું મોદીનો પ્રશંસક છું. વડા પ્રધાન સાથેની તેમની વાતચીતને ઉત્તમ ગણાવતાં મસ્કે કહ્યું કે ભારત સૌર ઊર્જા રોકાણ માટે સારું છે.
Tags :
Advertisement

.