ચૂંટણીની પારદર્શિતા પર સવાલ, ADR નો દાવો - 5.54 લાખ મત ઓછા ગણાયા...
- 362 બેઠકો પર 5.54 લાખ મત ઓછા ગણાયા
- રિપોર્ટમાં 538 સંસદીય બેઠકોને લઈને ઘણી ગેરરીતિઓ
- ADR ના સ્થાપક પ્રો. જગદીપ છોકરે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યો મોટો ખુલાસો
ADR ના રિપોર્ટમાં લોકસભા ચૂંટણી દરમિયાન વોટને લઈને મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં 538 સંસદીય બેઠકોને લઈને ઘણી ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય રાજકારણ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી સંસ્થા 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના સ્થાપક પ્રોફેસર. જગદીપ છોકરે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મતદાનના અંતિમ આંકડાઓ જાહેર કરવામાં અસાધારણ વિલંબ, મતવિસ્તાર અને મતદાન મથકો દ્વારા અલગ-અલગ ડેટાનો અભાવ અને ચૂંટણીના પરિણામો અંતિમ આંકડાઓના આધારે જાહેર કરવામાં આવ્યા હતા કે કેમ તે તમામ પરિબળો હતા જેના કારણે સામાન્ય લોકોમાં આની સત્યતા અંગે ચિંતા અને શંકા પેદા થઈ હતી.
રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?
ADR રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 362 લોકસભા સીટો પર પડેલા વોટ કરતા 5 લાખ 54 હજાર 598 વોટ ઓછા ગણવામાં આવ્યા છે. 176 બેઠકો એવી છે જ્યાં થોડા મતો કરતાં 35 હજાર 93 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019 ની ચૂંટણીમાં પણ ઘણી સીટો પર ગેરરીતિઓ સામે આવી હતી. જો કે તે સમયે આવું માત્ર 347 સીટો પર જ થયું હતું. આ વખતે 538 બેઠકો પર ગેરરીતિ જોવા મળી છે.
Discrepancies between the votes cast and the votes counted in the 2024 Lok Sabha election: Multiple Perspectives#ADRReport: https://t.co/rSEYBMz5iq
To donate to ADR, click here: https://t.co/lK9cQpq1Ui#LokSabhaElections2024 pic.twitter.com/slCVCCLu63
— ADR India & MyNeta (@adrspeaks) July 30, 2024
આ પણ વાંચો : Wayanad landslides : ગૃહમંત્રી થયા ગુસ્સે, કહ્યું- 7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં...
શું તેની અસર ચૂંટણી પરિણામો પર પડી?
અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મતદાન અને મતગણતરી દરમિયાન મતોનો તફાવત હતો, પરંતુ ADR એ સ્પષ્ટ કર્યું નથી કે કુલ પડેલા મતોની સંખ્યા અને ગણતરીના મતોમાં ગેરરીતિને કારણે કેટલી બેઠકો પર અસર થઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે 195 બેઠકો પર પડેલા મત અને ગણતરીમાં કોઈ તફાવત નથી. 2019 માં, ગેરરીતિઓ 1 મત (સૌથી ઓછા) થી 1 લાખ 1323 મત (સૌથી વધુ) સુધીની હતી, જે કુલ મતોના 10.49 ટકા હતી.
આ પણ વાંચો : પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરને તાળું માર્યું, SDM ને તપાસમાં મળી ઘણી ખામીઓ...
કયા રાજ્યની કેટલી બેઠકો અંગે ગેરરીતિ...
ADR રિપોર્ટમાં યુપીની 55 સીટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં મત ગણતરીમાં 53, 960 નો ઘટાડો થયો છે. 25 બેઠકો એવી છે કે જ્યાં 6124 મતો વધુ ગણવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હીની તમામ 7 સીટો પર 8159 ઓછા વોટની ગણતરી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડની 5 બેઠકો પર 6315 ઓછા મતોની ગણતરી થઈ છે. ઝારખંડની કુલ 14 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો પર 26,342 ઓછા મતોની ગણતરી થઈ છે. બે બેઠકો એવી છે કે જેના પર કુલ મતોમાંથી 393 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. આ સિવાય બિહારની કુલ 40 સીટોમાંથી 21 સીટો પર 5015 વધુ વોટની ગણતરી કરવામાં આવી છે. જ્યારે 19 બેઠકો પર કુલ મતો કરતાં 9924 ઓછા મતોની ગણતરી કરવામાં આવી છે.
આ પણ વાંચો : પૂજા ખેડકરને મોટો ફટકો, ભવિષ્યમાં નહીં બની શકે IAS-IPS, UPSC ની મોટી કાર્યવાહી