આ શખ્સ છે કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળનો ચહેરો
karnataka election results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત પાછળ જે ચહેરો છે તે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના થિંકટૈંક તરીકે કામ કરી રહ્યો હતો. આ શખ્સ કોઈ રાજનેતા નહી પણ ચૂંટણી રણનીતિકાર છે. આ શખ્શ છે નરેશ અરોડા.
કોણ છે નરેશ અરોરા?
નરેશ અરોરાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે થિંક ટેન્ક તરીકે કામ કર્યું હતું. ડી.કે.શિવકુમાર સાથે મળીને ડીજીટલ માર્કેટીંગના માસ્ટર ગણાતા નરેશ અરોરાએ સમગ્ર કર્ણાટક ચૂંટણીનું આયોજન કર્યું હતું. ટેક્સટાઇલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનાર નરેશ હાલમાં ડિજિટલ માર્કેટિંગમાં જાણીતું નામ છે. છેલ્લા બે વર્ષથી, નરેશ અરોરાની કંપની ડિઝાઇનબોક્સ્ડ કર્ણાટકમાં કોંગ્રેસ અને તેના નેતાઓની સકારાત્મક છબી બનાવવાના મિશનમાં વ્યસ્ત હતી.
- મૂળ અમૃતસરના રહેવાસી નરેશ બેંગલુરૂમાં રહે છે તેમની કંપની ડિઝાઈન બોક્સ 7 વર્ષથી ચૂંટણી ચૂંટણી વ્યવસ્થાનું કામ જોઈ રહી છે. તેમનું માનવું છે કે, તેઓ લાઈમલાઈટમાં રહેવાની સ્થાને પડદા પાછળ રહીને કામ કરવામાં માને છે. તે હાલ રાજસ્થાનમાં પણ કામ કરી રહ્યાં છે.
અનેક ચૂંટણીનો અનુભવ
નરેશ અરોરાએ સૌપ્રથમ 2017ની ગુરદાસપુર પેટાચૂંટણીમાં પોતાની ક્ષમતા બતાવી હતી. તે પછી તેણે હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં અને પંજાબ મ્યુનિસિપલ ચૂંટણી 2018 અને શાહકોટ પેટાચૂંટણી 2018 સહિત ઘણી વખતે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ ઉપરાંત નરેશ અરોરા સમગ્ર ભારતમાં અગ્રણી નેતાઓ માટે ડિજિટલ મીડિયા પ્રચાર પ્રબંધન સંભાળી રહ્યા છે.
- તેઓ છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં સરકારો અને રાજકારણીઓ માટે પણ કામ કરે છે. નરેશ અરોરા પંજાબ સરકારની ડ્રગ લડાઈ સંસ્થા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના ડિજિટલ મીડિયા નિષ્ણાત પણ છે.
બે વર્ષથી કર્ણાટક માટે કામ કરતા હતા
નરેશ અરોરાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને કહ્યું કે, તેઓ છેલ્લા બે વર્ષથી કર્ણાટક માટે કામ કરી રહ્યાં હતા. તેમણે પોતાના સર્વેમાં ડીકે શિવકુમારને આશ્વસ્ત કરી દીધા હતા કે કોંગ્રેસ 140 સીટો સાથે જીતશે. આ નંબર લગભગ-લગભગ સાચો નિકળ્યો છે. અત્યાર સુધીના પરિણામોમાં કોંગ્રેસને 136 સીટો મળી છે. તેમણે જણાવ્યું કે, 140નો જાદુઈ આંકડો બે વર્ષની મહેનતનું પરિણામ હતું. અમે કોઈ ઘરે બેસીને અનુમાન નહોતું લગાવ્યું. જે વાતો ગ્રાઉન્ડ પરથી મળી રહી હતી તેના આધાર પર અમે પહેલાંથી જ 140 સીટોની વાત કરી રહ્યાં હતા.
આ પણ વાંચો : KARNATAKA ELECTION : કોંગ્રેસે કેવી રીતે રોક્યો ‘મોદી મેજિક’, આ 8 વચનોથી સત્તામાં પરત ફર્યા!