15 લાખનો વીમો, મહિલાઓને 2500 રૂપિયા, ઝારખંડમાં INDIA નો ચૂંટણી ઢંઢેરો જાહેર
- સરકારી ભરતીઓ કોઇ ગોટાળા વગર કરવામાં આવશે
- વિદ્યાર્થીઓ અને મહિલાઓને ચોક્કસ રકમ આપવામાં આવશે
- આદિવાસીઓને સન્માન મળે તે માટે ભરચક પ્રયાસો કરવામાં આવશે
નવી દિલ્હી : ભાજપ બાદ હવે INDIA બ્લોકે પણ પોતાની ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને JMM અધ્યક્ષ હેમંત સોરેને ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં 7 ગેરેન્ટી આપવામાં આવી છે. જેમાં મહિલાઓને 2500 રૂપિયા, ગરીબ પરિવારો માટે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 7 કિલો રાશનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Kiren Rijiju એ સંસદના શિયાળુ સત્ર ક્યારે અને શું થશે તે વિશે માહિતી કરી રજૂ
ઝારખંડ ચૂંટણીમાં થોડા જ દિવસો પહેલા બચ્યા છે. તેવામાં તમામ રાજનીતિક પાર્ટીના લોકોને લોભાવવામાં જોડાયેલી છે. આ ક્રમમાં ભાજપ બાદ હવે INDIA બ્લોકે પણ ચૂંટણી ગેરેન્ટીની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના મુખ્યમંત્રી અને જેએમએમ અધ્યક્ષ હેમંત સોરેન સહિત INDIA બ્લોકના નેતાઓને પોતાના ચૂંટણી ઢંઢરે જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : Gujarat: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક, ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ
1. ગેરેન્ટી 1931 આધારિત ખાતિયાન: જેમાં 1932 ના ખાતિયાન આધારિત સ્થાનિયતા નીતિ લાવવા, સરના ધર્મ કોડને લાગુ કરાવવાની સાથે સાથે ક્ષેત્રિય ભાષા-સંસ્કૃતિના સંરક્ષણને સંકલ્પત કરવાનું વચન આપ્યું છે.
2. ડિસેમ્બર, 2024 માં મઇયા સમ્માન યોજના અંતર્ગત મહિલાઓને 2500 રૂપિયાની સમ્માન રકમ આપવાનું વચન આપ્યું છે.
3. એસટી 28 ટકા, એસસી 12, ઓબીસીને 27 ટકા અને લઘુમતીને હિતોના સંરક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલયની રચના કરવામાં આવી છે.
4. રાશન વિતરણ 7 કિલો પ્રતિ વ્યક્તિ આપવાનું વચન સાથે જ ગેસ સિલિન્ડર રાજ્યના દરેક ગરીબ પરિવારને 450 રૂપિયામાં આપવાનું વચન અપાયું છે.
5. ઝારખંડના 10 લાખ યુવક-યુવતિઓને નોકરીઅને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. સાથે જ 15 લાખ પારિવારિક સ્વાસ્થય વીમા આપવાનું વચન ગેરેન્ટી અંતર્ગત કરવામાં આવ્યા છે.
6. રાજ્યના તમામ જિલ્લામાં ડિગ્રી કોલેજ તથા જિલ્લા મુખ્યમથકો પર એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજ અને યૂનિવર્સિટીની સ્થાપનાનું વચન આપ્યું છે. રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા માટે ઔદ્યોગિક પ્રોત્સાહન નીતિ લાવતા રાજ્યના તમામ જિલ્લા મુખ્ય મથકો પર 500-500 એકરનું ઔદ્યોગિક પાર્ક બનાવવાનું વચન આપવામાં આવ્યું છે.
7. ખેડૂત કલ્યાણની ગેરેન્ટી, આ ગેરેન્ટીમાં ધાનના એમએસપીને 2400 રૂપિયાથી વધારીને 3200 રૂપિયા કરવાની સાથે સાથે લાહ,તસર, કરંજ, ઇમલી, મહુઆ, ચિરંજી, સાલબીજ વગેરેના સમર્થન મુલ્યમાં 50 ટકાનો વધારો કરવાનું વચન આ ગેરેન્ટી અંતર્ગત આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : UPPSC PCS પ્રિલિમ્સ અને RO/ARO પરીક્ષાની તારીખો સાથે જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમિત શાહે જાહેર કર્યો હતો ભાજપનો ચૂંટણી ઢંઢેરો
અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમણે હેમંત સોરેન સરકાર પર હુમલો કર્યો અને કહ્યું કે, ઝારખંડની આ ચૂંટણી માત્ર સરકાર બદલાની ચૂંટણી નથી. પરંતુ ઝારખંડનું ભવિષ્ય બદલવા અને સુરક્ષિત કરવાની ચૂંટણી છે. શાહે આક્ષેપ કર્યો હતો કે, હાલની સરકાર ઝારખંડની અસ્મિતા રોટી બેટી માટીને બચાવવામાં નિષ્ફળ રહી છે. ઝારખંડના મહાન જનતાએ નિશ્ચય કરવાનો છે કે આંકડો ભ્રષ્ટાચારમાં ડુબેલી સરકાર જોઇએ છે કે વિકાસના રસ્તા પર ચાલતી મોદી સરકારના નેતૃત્વની ભાજપ સરકાર જોઇએ.
આ પણ વાંચો : Gujarat: ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઠંડીનો અનુભવ થશે, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી
ભાજપના ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાતો
1. ગોગો દીદી યોજનામાં મહિલાઓને દર મહિને 2100 રૂપિયા દર 11 તારીખે મળશે.
2. 500 સિલિન્ડર અને બે સિલિન્ડર (દિવાળી-રક્ષાબંધન) વર્ષમાં મફત
3. 5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગાર
4. 5 વર્ષની અંદર ઝારખંડના યુવાનો માટે 5 લાખ રોજગરના અવસરો બનાવાશે. 3 લાખ સરકારી નોકરીઓ અને પારદર્શી રીતે ભરવામાં આવશે.
5. દરેક સ્નાતક અને સ્નાકતોત્તર યુવાનોને પ્રતિમાસ 2000 રૂપિયા મળશે
6. દરેક ગરીબને પાક્કું મકાન
7. ઝારખંડમાં UCC જરૂર લાગુ થશે અને આદિવાસીઓને તેમાથી સંપુર્ણ મુક્તિ મળશે
8. સરકારી પદોમાં નિયુક્તિમાં પારદર્શીતા અને જુના કેસમાં સીબીઆઇ અને એસઆઇટી પાસે તપાસ કરાવાશે
9. આદિવાસી સન્માન અને અસ્મિતાને ઉત્તેજના આપવા માટે આદિવાસી ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળનો વિકાસ કરશે અને સહાય કરાશે.
10. જમશેદપુરમાં ભગવાન બિરસા મુંડાનું સ્મારક બનાવાશે
11. બિનકાયદેસર ઘુસણખોરીને અટકાવાશે.
આ પણ વાંચો : જો ટ્રમ્પ અને હેરિસને સરખા મત મળે તો વિજેતા આ રીતે નક્કી થશે?