"દુનિયાની આઠમી અજાયબી" Chenab Railway Bridge તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન
Chenab Railway Bridge : રેલ્વે અધિકારીઓએ રવિવારે વિશ્વના સૌથી ઉંચા રેલ્વે બ્રિજ - ચિનાબ રેલ્વે બ્રિજ (Chenab Railway Bridge)નું વ્યાપક નિરીક્ષણ હાથ ધર્યું હતું, જે રામબન જિલ્લામાં સંગલદાન અને રિયાસી વચ્ચે બાંધવામાં આવ્યું હતું. આ અવસરે કોંકણ રેલ્વે એન્જિનિયર દીપક કુમારે કહ્યું કે, આજે વેગન ટાવર રેસાઈ સ્ટેશન પર પહોંચી ગયું છે. અમે ખૂબ જ ખુશ છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે અમે સફળ થયા છીએ. કામદારો અને એન્જિનિયર લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા અને આજે આખરે તેમને સફળતા મળી છે. આ પૂલ પર ટૂંક સમયમાં રેલ સેવા શરુ થશે.
ઉધમપુરથી બારામુલ્લા સુધીની રેલ લાઈન...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી બારામુલા સુધી રેલ્વે લાઈન તૈયાર કરવામાં આવી રહી છે. જેને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ રેલ લિંકના નિર્માણ સાથે, કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે સીધી રેલ જોડાણ હશે. તેની કુલ લંબાઈ લગભગ 272 કિલોમીટર છે.
केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव ने ट्वीट करते हुए लिखा, "चिनाब ब्रिज को पार करने सहित संगलदान से रियासी तक पहली ट्रायल ट्रेन सफलतापूर्वक चलाई गई। यूएसबीआरएल के लिए सभी निर्माण कार्य लगभग पूरे हो चुके हैं। सिर्फ सुरंग नंबर-1 का काम आंशिक रूप से अधूरा है।" pic.twitter.com/YB6VNluQOe
— ANI_HindiNews (@AHindinews) June 16, 2024
Eiffel Tower થી પણ ઉંચો છે Chenab Bridge...
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર 359 મીટર (લગભગ 109 ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતા લગભગ 35 મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ 1,315 મીટર (4,314 ફૂટ) છે. આ કમાનની લંબાઈ 467 મીટર (1,532 ફૂટ) છે. તે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.
37 હજાર કરોડનો ખર્ચ...
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ લગભગ 37012 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન 12.77 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થશે. સમગ્ર પ્રોજેક્ટમાં 27 મુખ્ય ટનલ અને 37 પૂલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 25 મોટા અને 11 નાના પૂલ બનાવવામાં આવી રહ્યા છે.
#WATCH | J&K: Railway officials conducted an extensive inspection of the newly constructed world's highest railway bridge-Chenab Rail Bridge, built between Sangaldan in Ramban district and Reasi. Rail services on the line will start soon. pic.twitter.com/48ETYT1GpB
— ANI (@ANI) June 16, 2024
Chenab Railway Bridge ની ઉંચાઈ 359 મીટર...
ચિનાબ રેલ્વે બ્રિજની ઉંચાઈ નદીના સ્તરથી 359 મીટર છે. આ પૂલ કોંકણ રેલ્વે અને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યો છે. આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલ્લા પહોંચશે.
ધરતીકંપ અને વિસ્ફોટોનો સામનો કરવાની ક્ષમતા...
ચિનાબ બ્રિજ (Chenab Railway Bridge)ની સૌથી મોટી ખાસ વાત એ છે કે તે ભૂકંપ અને બ્લાસ્ટનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ પુલ સ્ટ્રક્ચરલ સ્ટીલનો બનેલો છે. આ પુલ માઈનસ 10 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. મતલબ કે જમ્મુ-કાશ્મીરના તાપમાનની અસર પુલ પર નહીં પડે.
આ પણ વાંચો : NCERT ના પુસ્તકોમાંથી ‘બાબરી મસ્જિદ’ ગાયબ!, અયોધ્યા વાળા ચેપ્ટર પર પણ ચલાવી કાતર…
આ પણ વાંચો : Amarnath Yatra ને લઈને ગૃહમંત્રી Amit Shah એ કરી મહત્વની બેઠક, સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા
આ પણ વાંચો : Amit Malviya એ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ ખટા-ખટ, ટકા-ટક જનતાને લૂંટી રહી છે…