Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDII એ વર્ષ 2023 માટે યુવાનો અને બાળકો માટે રાષ્ટ્રીય સમર કેમ્પની જાહેરાત કરી

અહેવાલ - સંજય જોશી,અમદાવાદ  આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, શિક્ષણ અને તાલિમના ક્ષેત્રમાં અમદાવાદની અગ્રણી સંસ્થા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII)એ વર્ષ 2023 માટે યુવાનો અને બાળકો માટે તેના રાષ્ટ્રીય રહેણાંક ઉનાળુ કેમ્પની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ ઉનાળુ શિબિરનું આયોજન 12થી...
07:13 PM May 01, 2023 IST | Hiren Dave

અહેવાલ - સંજય જોશી,અમદાવાદ 

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, શિક્ષણ અને તાલિમના ક્ષેત્રમાં અમદાવાદની અગ્રણી સંસ્થા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII)એ વર્ષ 2023 માટે યુવાનો અને બાળકો માટે તેના રાષ્ટ્રીય રહેણાંક ઉનાળુ કેમ્પની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ ઉનાળુ શિબિરનું આયોજન 12થી 16 વર્ષની વયજૂથના સગીરો અને 16થી 22 વર્ષની વયજૂથના યુવાનો માટે કરવામાં આવ્યું છે. આ શિબિરના આયોજનનો આશય નાની વયે જ બાળકો અને યુવાનોમાં વિજેતાના કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો અને આંત્રપ્રિન્યોરિયલ માનસિક્તા વિકસાવવા છે.

સંસ્થાના પરિસરમાં ‘બાળકો માટે આંત્રપ્રિન્યોરિયલ પ્રોત્સાહન’ અંગે શિબિરની 40મી અને 41મી આવૃત્તિ અનુક્રમે મે 7-12 અને મે 27- જૂન-1 વચ્ચે યોજાશે. એ જ રીતે ‘યુવાનો માટે આંત્રપ્રિન્યોરિયલ સાહસ’ અંગે શિબિરની 43મી અને 44મી આવૃત્તિ અનુક્રમે મે 14-23 અને જૂન 3-12 વચ્ચે યોજાશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ‘બાળકોને આંત્રપ્રિન્યોરિયલ પ્રોત્સાહન’ પર રાષ્ટ્રીય ઊનાળુ શિબિર મારફત ઈડીઆઈઆઈ બાળકોને શક્તિઓ અને નબળાઈઓ સમજવા, વૃદ્ધિ અને શિક્ષણનું પરીપ્રેક્ષ્ય વિકસાવવા એક મંચ પૂરું પાડે છે, જે બાળકોમાં વિજેતા બનવા માટેનું કૌશલ્ય વિકસાવે છે. અત્યાર સુધીમાં 39 શિબિરોમાં કુલ 2,565 વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા છે. આ શિબિરો મારફત બાળકોમાં ઊચ્ચ સ્તરની સફળતાને લક્ષ્ય બનાવવા ‘એન્ટરપ્રાઈઝ અને સિદ્ધિની ભાવના’ નોંધપાત્ર રીતે વિકસાવવામાં આવે છે. શિબિર પછી માતા-પિતાને તેમના બાળકો અંગે વ્યાપક અહેવાલ આપવામાં આવે છે, જેમાં બાળકની વ્યક્તિગત લાક્ષણિક્તાઓ વિકસાવવા અને તેમના માટે ભાવી દિશા નિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવે છે.

એ જ રીતે,યુવાનો માટે આંત્રપ્રિન્યોરિયલ સાહસો અંગે તેની રાષ્ટ્રીય ઉનાળુ શિબિર મારફ ઈડીઆઈઆઈએ સમગ્ર દેશમાં યુવાનોમાં ઉદ્યોગસાહસિક્તાની લાક્ષણિક્તા વિકસાવી છે. ભૂતકાળમાં કુલ 1,724 યુવાનોને તાલિમ આપવામાં આવી છે. આ શિબિરો મારફત યુવાનો તેમનામાં છુપાયેલી સંભાવનાઓ સમજી શકે છે અને તેમનામાં જોખમ લેવા, સર્જનાત્મક વિચારસરણી, સંઘર્ષ મેનેજમેન્ટ, અસરકારક કમ્યુનિકેશન, ટીમવર્ક અને વ્યક્તિની ભાવનાઓના સંચાલન મારફત પડકારોને પહોંચી વળવાની ક્ષમતા વિકસે છે. શિબિરમાં કારકિર્દી અંગે કાઉન્સેલિંગ પણ આપવામાં આવે છે. વર્ગખંડમાં શીખેલી બાબતોનું નિરીક્ષણ કરવા સિદ્ધિઓ હાંસલ કરનારાઓ સાથેની બેઠકો તથા ફિલ્ડ વિઝિટ યુવાનોમાં અવિશ્વસનીય અસર છોડે છે.

આઈડીઆઈઆઈએ તેની રાષ્ટ્રીય ઉનાળુ શિબિરો મારફત 4,180 બાળકો અને યુવાનોને તાલિમ આપી છે. ડૉ. પંકજ ભારતી ઈડીઆઈઆઈમાં ફેકલ્ટી અને કેમ્પ લીડર છે અને pbharti@ediindia.org / camps@ediindia.org પર તેમનો સંપર્ક કરી શકાય છે.

આ પણ  વાંચો- બેજવાબદાર તંત્રનાં વાંકે હિરણ નદી પ્રદુષિત, ગુજરાત હાઇકોર્ટમાં થઈ જાહેરહિતની અરજી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadEDII announcedNational Summer Campyear 2023Youth and Children
Next Article