ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Forex Trading : ટીપી ગ્લોબલ એફએક્સ કેસમાં અમદાવાદમાં  ED નું સર્ચ 

ટીપી ગ્લોબલ એફએક્સ દ્વારા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગના કિસ્સામાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ EDએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 1.36 કરોડની રોકડ રકમ મળી પ્રાપ્ત માહિતી મુજબ EDને  સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, 1.36 કરોડની રોકડ રકમ, 1.2 કિલો સોનું...
06:14 PM Sep 19, 2023 IST | Vipul Pandya
ટીપી ગ્લોબલ એફએક્સ દ્વારા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગના કિસ્સામાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ EDએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
1.36 કરોડની રોકડ રકમ મળી
પ્રાપ્ત માહિતી મુજબ EDને  સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો, 1.36 કરોડની રોકડ રકમ, 1.2 કિલો સોનું (અંદાજે રૂ. 71 લાખ) મળી આવ્યું છે.
લક્ઝરી વાહનો પણ  જપ્ત
ઉપરાંત હ્યુન્ડાઇ અલ્કાઝાર અને મર્સિડીઝ જીએલએસ 350ડી (અંદાજે રૂ. 89 લાખ) નામના બે લક્ઝરી વાહનો પણ  જપ્ત કરવામાં આવ્યા હતા અને બેંક ખાતામાંથી  14.72 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. આજની તારીખ સુધી આ કેસમાં જપ્ત રૂ. 242.39 કરોડ ની જંગમ મિલકતો જપ્ત કરાઇ છે.
અગાઉ પણ સર્ચ કરાયું હતું
ઉલ્લેખનિય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અગાઉ ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ કેસની તપાસના સંબંધમાં 15 વિવિધ બેંકોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. તે સમયે EDએ જણાવ્યું હતું કે TP ગ્લોબલ એફએક્સ પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી મળેલા ભંડોળના ગેરઉપયોગમાં કુલ 180 એકાઉન્ટ્સ સામેલ હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો----MULTIBAGGER STOCK : 7 વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, જાણો કેવી રીતે…!
Tags :
edED searchillegal forex tradingIn case of illegal forex tradingTP Global FX case
Next Article