ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RG Kar Hospital કાંડમાં હવે EDની એન્ટ્રી

કોલકાતાની આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીની એન્ટ્રી ઇડીના સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર દરોડા નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણીમાં ત્રણની ધરપકડ કરાઇ હતી RG Kar Hospital : કોલકાતાની આરજી કાર હોસ્પિટલ (RG Kar...
09:01 AM Sep 06, 2024 IST | Vipul Pandya
Sandeep Ghosh

RG Kar Hospital : કોલકાતાની આરજી કાર હોસ્પિટલ (RG Kar Hospital)ની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીએ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કોલકાતામાં 5 થી 6 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આ દરોડા સંદીપ ઘોષ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોના ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે.

નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાઇ હતી

તમને જણાવી દઈએ કે CBIએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોની નાણાકીય અનિયમિતતામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. ઘોષના સિક્યોરિટી ગાર્ડ અફસર અલી (44) અને હોસ્પિટલના સેલ્સમેન બિપ્લવ સિંઘા (52) અને સુમન હજારા (46)ની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો હોસ્પિટલમાં સામગ્રી સપ્લાય કરતા હતા.

આ પણ વાંચો---Kolkata rape નો આરોપી સંજય કોર્ટ સમક્ષ કરગરવા.....

હોસ્પિટલના પૂર્વ નાયબ અધિક્ષક ડો.અખ્તરઅલીએ ફરિયાદ નોંધાવી હતી

પ્રિન્સિપાલ તરીકે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલી દ્વારા સંસ્થામાં ઘણા કેસોમાં નાણાકીય અનિયમિતતા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં લાવારસ મૃતદેહોની દાણચોરી, બાયો-મેડિકલ વેસ્ટના નિકાલમાં ભ્રષ્ટાચાર અને બાંધકામના ટેન્ડરોમાં ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. કોલકાતા પોલીસ પહેલા આ મામલે તપાસ કરી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ પણ આ તપાસ પોતાના હાથમાં લીધી.

કોલકાતા પોલીસે 19 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો.

19 ઓગસ્ટે કોલકાતા પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ 24 ઓગસ્ટે તપાસ સંભાળી હતી. સંદીપ ઘોષની આ કલમો હેઠળ જ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો---Kolkata Case: સંજય રોય તો લુચ્ચો નિકળ્યો..પોલીગ્રાફ ટેસ્ટમાં...

Tags :
ED raidsfinancial irregularities caseKolkataRG Kar HospitalSANDEEP Ghosh
Next Article