ED: દિલ્હી NCR અને પંજાબમાં ED સક્રિય , ચંદીગઢ સ્થિત ફાર્મા કંપનીમાં પાડ્યા દરોડા
ચંદીગઢની ફાર્મા કંપની સામે EDની મોટી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 15 ડિસેમ્બરના રોજ ચંદીગઢ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની અને તેના પ્રમોટર્સ સામે કથિત બેંક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હી-NCR અને પંજાબમાં લગભગ એક ડઝન સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ અગાઉ પેરાબોલિક ડ્રગ્સના પ્રમોટર - વિનીત ગુપ્તા અને પ્રણવ ગુપ્તા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરજીત કુમાર બંસલની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી હતી. વિનીત અને પ્રણવ ગુપ્તા હરિયાણામાં સ્થિત અશોકા યુનિવર્સિટીના સહ-સ્થાપક પણ છે.
2021માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કંપની વિરુદ્ધ 1,626 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડીમાં કથિત રીતે સંડોવણી બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી તેમણે 2022 માં અશોકા યુનિવર્સિટીમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઇડીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
દિલ્હી-NCR અને પંજાબમાં દરોડા પાડવામાં આવ્યા
ઈડી ઓક્ટોબરમાં કોર્ટને જણાવ્યું હતું કે કંપનીના બંન્ને ડિરેક્ટોની ધરપકડ બનાવટી દસ્તાવેજોના આધારે લોન અથવા નાણાકીય સુવિધાઓ મેળવીને બેંકોને છેતરવામાં સક્રિય રીતે સામેલ હોવાથી કરવામાં આવી છે.
ઈડી દાવો કર્યો હતો કે, 'તેમના આદેશ અને નિયંત્રણ હેઠળ, પેરાબોલિક ડ્રગ્સ લિમિટેડે નકલી અને અસંબંધિત માલના ઇન્વૉઇસ જારી કરવામાં આવ્યા હતા અને શેલ કંપનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે એન્ટ્રીઓ મેળવી હતી.' આરોપી માટે કસ્ટડીની માંગ કરતી વખતે EDએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને લોન ભંડોળના દુરુપયોગથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય કન્સોર્ટિયમ બેંકોને 1,626.7 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટે તરફથી મળી નિરાશા, મથુરા શાહી ઈદગાહ સર્વે પર રોક નહીં