Dummy Kand ઊજાગર કરનાર ખુદ તોડકાંડમાં ફસાયો છેઃ C.R.Paatil
ભાવનગર ડમીકાંડની રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'જે વ્યક્તિ ડમીકાંડ ખુલ્લા કરવાનું કહેતો હતો તે જ પાંજરે પુરાયો છે.
આ વ્યક્તિ અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છેઃ
સી.આર પાટીલે કહ્યું કે, 'જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો આજે એ જ આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિક પણે જો આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપરલીક થાય ત્યારે તેની સૌથી પહેલા માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જોડાયેલો હશે, જેના કારણે આવું થાય.'
આરોપીએ રોકડા રૂપિયા પડાવ્યા છેઃ પાટીલ
તેમણે જણાવ્યું કે, 'આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં એમની સાથે જોડાયેલા ઘણા લોકોના નામ સામે આવશે.'
આપણ વાંચો- આજે રાજ્યમાં યોજાશે ટેટ 2ની પરીક્ષા, પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ