Heat Wave ના કારણે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કરી એડવાઈઝરી, આપી આ સલાહ...
દેશમાં ગરમી ચરમસીમા પર છે અને તેના કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સ્થિતિને કોટા આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ તમામ કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે એડવાઇઝરી રજૂ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હીટવેવ (Heat Wave)ને કારણે દાખલ થયેલા તમામ લોકોને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવે.
નોઇડામાં છેલ્લા 24 કલાકમાં 14 મૃતદેહો મળ્યા...
દિલ્હી-NCR માં હીટવેવ (Heat Wave)ના કારણે હાહાકાર મચી ગયો છે. આકરા તાપ અને ગરમીના કારણે લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. જેના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. આ બધાની વચ્ચે, મંગળવારે હીટસ્ટ્રોકને કારણે નોઈડામાં અલગ-અલગ સ્થળોએ 14 લોકના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. આશંકા છે કે, આ તમામ મોત હીટવેવ (Heat Wave) અને સ્ટ્રોકના કારણે થયા છે. જોકે, પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે તવું આરોગ્ય વિભાગનું કહેવું છે.
ગાઝિયાબાદમાં 2 દિવસમાં 15 લોકોના મોત...
સમગ્ર ઉત્તર ભારત અત્યારે ભયંકર ગરમીની જપેટમાં છે. ઘણી જગ્યાએથી ભારે ગરમી અને હીટવેવ (Heat Wave)ના કારણે લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે. હવે ઉત્તર પ્રદેશ (UP)ના ગાઝિયાબાદમાંથી પણ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, ગાઝિયાબાદમાં છેલ્લા બે દિવસમાં 15 લોકોના મોત થયા છે. આશંકા છે કે આ તમામ લોકોના મોત ગરમીના કારણે થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ જિલ્લાની સરકારી MMG હોસ્પિટલમાં કુલ 40 લોકોના મોત થયા છે. ત્રણ ડોક્ટરોની કમિટી આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Reasi Terror Attack : જમ્મુના રિયાસી આતંકી હુમલાના કેસમાં મોટી સફળતા, એક આરોપીની ધરપકડ
આ પણ વાંચો : Bihar : અચાનક PM મોદીનો હાથ પકડી આંગળીઓ ચેક કરવા લાગ્યા નીતિશ કુમાર, જાણો શા માટે…
આ પણ વાંચો : UP ના આ જિલ્લામાં ત્રણ દિવસમાં 40 થી વધુ લોકોના મોત, જાણો UP સરકારે શું કહ્યું…