Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્થિક સંકડામણને પગલે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત

સુરતના સરથાણામાં એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યકિતનું મોત થયું છે, જ્યારે ત્રણ જણા સારવાર હેઠળ છે. રત્ન કલાકારની 55 વર્ષીય પત્નીનું મોત  સુરતના સરથાણાના વિજય નગરમાં...
08:42 AM Jun 08, 2023 IST | Vishal Dave

સુરતના સરથાણામાં એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યકિતનું મોત થયું છે, જ્યારે ત્રણ જણા સારવાર હેઠળ છે.

રત્ન કલાકારની 55 વર્ષીય પત્નીનું મોત 

સુરતના સરથાણાના વિજય નગરમાં રહેતા વિનુભાઇ મોરડિયા નામના 55 વર્ષીય રત્ન કલાકાર, તેમની પત્ની શારદાબેન કે જેમની ઉંમર 55 વર્ષ હતી તે અને પુત્ર ક્રિશ, અને પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી..જેમાં શારદાબેનનું મોત થયુ છે.. 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતા અને વિનુભાઇ હાલ સારવાર હેઠળ છે. .

આર્થિક સંકડામણને લઇને આ પગલું ભર્યુ હોવાનું અનુમાન 

આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝેરી દવા ગટગટાવ્યા બાદ ચારેયને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ વિનુભાઇના પત્ની શારદાબેનનું મોત નિપજ્યુ હતું

Tags :
constraintsfinancialfour membersone diedpoisonsame familyswallowed
Next Article