મુન્દ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું
એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે.
કન્સાઇનમેન્ટને "રેડીમેઇડ ગાર્મેન્ટ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું
ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને "રેડીમેઇડ ગાર્મેન્ટ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે હજીરા પોર્ટ માટે નક્કી કરવામાં આવ્યું હતું.
વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક" મળી
ઉપરોક્ત માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં રેડીમેડ ગાર્મેન્ટસના પેકેટ હતા પણ તેની પાછળ તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક" હતી. તે મુજબ પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 80.1 લાખની સ્ટીક્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે.
સિગારેટના પેકેટો પર “મેડ ઇન ઇન્ડિયા”નું ચિહ્ન
એવું પણ જોવામાં આવ્યું હતું કે જપ્ત કરાયેલી સિગારેટના પેકેટો પર “મેડ ઇન ઇન્ડિયા”નું ચિહ્ન હતું. બે મહિના પહેલા, આવી જ કામગીરીમાં, ડીઆરઆઈ અધિકારીઓએ 36 લાખ વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી હતી, જે મુંદ્રા પોર્ટ પર દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો----AHMEDABAD : રાણીપમાં માતાએ પ્રેમી સાથે મળીને કર્યું 4 વર્ષના બાળકનું અપહરણ, વાંચો અહેવાલ