Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DRDO એ ઘાતક મિસાઇલ RudraM-II નું સફળ પરીક્ષણ કર્યું, આંખના પલકારામાં Target કરશે નષ્ટ...

ભારતે સરંક્ષણ ક્ષેત્રે વધુ એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. DRDO એ RudraM-II મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. RudraM-II મિસાઈલ તેના લક્ષ્યને આંખના પલકારામાં નષ્ટ કરી દે છે. DRDO ના અધ્યક્ષ ડો. સમીર વી. કામતે સફળ ઉડાન પરીક્ષણમાં તેમના યોગદાન...
drdo એ ઘાતક મિસાઇલ rudram ii નું સફળ પરીક્ષણ કર્યું  આંખના પલકારામાં target કરશે નષ્ટ

ભારતે સરંક્ષણ ક્ષેત્રે વધુ એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. DRDO એ RudraM-II મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. RudraM-II મિસાઈલ તેના લક્ષ્યને આંખના પલકારામાં નષ્ટ કરી દે છે. DRDO ના અધ્યક્ષ ડો. સમીર વી. કામતે સફળ ઉડાન પરીક્ષણમાં તેમના યોગદાન માટે તમામ સંબંધિતોની પ્રશંસા કરી છે.

Advertisement

Sukhoi Su-30MKI થી મિસાઈલ છોડવામાં આવી...

સમાચાર એજન્સી ANI અનુસાર, DRDO એ 29 મેના રોજ ઓડિશાના દરિયાકાંઠે લગભગ 11:30 વાગ્યે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MK-I પ્લેટફોર્મ પરથી RudraM-II એર-ટુ-સર્ફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ફ્લાઇટ ટેસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ અને નિયંત્રણ અને માર્ગદર્શન અલ્ગોરિધમ્સને માન્ય કરતા તમામ પરીક્ષણ ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે.

Advertisement

RudraM-II ની વિશેષતાઓ...

RudraM-II એ સ્વદેશી રીતે વિકસિત પ્રોપેલન્ટ એર-લોન્ચ મિસાઈલ સિસ્ટમ છે, જે દુશ્મનોના વિવિધ લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. વિવિધ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) પ્રયોગશાળાઓ દ્વારા વિકસિત ઘણી અત્યાધુનિક સ્વદેશી તકનીકોને મિસાઈલ સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે.

રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા હતા...

રક્ષા મંત્રી રાજનાથ સિંહે RudraM-II ના સફળ પરીક્ષણ પર DRDO અને ભારતીય વાયુસેનાને આભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સફળ પરીક્ષણે સશસ્ત્ર દળો માટે RudraM-II સિસ્ટમની ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે.

Advertisement

આ પણ વાંચો : MHA : ગૃહ મંત્રાલયમાં મોટી બેઠક યોજાઈ, CRPF ને મળી શકે છે મોટી જવાબદારી…

આ પણ વાંચો : Bihar માં તીવ્ર ગરમી, તમામ શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ 8 જૂન સુધી બંધ…

આ પણ વાંચો : Delhi Heat Wave : Delhi-NCR માં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, તાપમાન 52 ડિગ્રીને પાર…

Tags :
Advertisement

.