દિલ્હીમાં Double Murder, કાકા-ભત્રીજાની ગોળી મારી હત્યા
- રાજધાની દિલ્હીમાં દિવાળીની રાત્રે ડબલ મર્ડર
- એક કિશોર સહિત બે લોકોની ગોળી મારીને હત્યા
- કાકા અને ભત્રીજાની ગોળી મારીને હત્યા
Double murder : રાજધાની દિલ્હીમાં દિવાળીની રાત્રે ડબલ મર્ડર ( Double murder) થતાં ખળભળાટ મચી ગયો હતો. મામલો શાહદરાનો છે. અહીં એક કિશોર સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્કૂટર પર આવેલા બે સશસ્ત્ર માણસોએ 40 વર્ષીય વ્યક્તિ અને તેના ભત્રીજાને ગોળી મારી દીધી, જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો. તાજા સમાચાર મુજબ પોલીસે એક સગીર વયના સ્કૂટી ચાલકની આ કેસમાં અટકાયત કરી છે.
આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્માનું આ હુમલામાં મોત થયું
એક અધિકારીએ જણાવ્યું કે આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્મા (16)નું આ હુમલામાં મોત થયું છે જ્યારે ક્રિશ શર્મા (10) ગોળીથી ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે પીડિત લોકો શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ 8 વાગ્યે તેમના પર હુમલો કરવામાં આવ્યો.
આ પણ વાંચો----LPG : રેસ્ટોરન્ટનું જમવાનું પડશે મોંઘું, આજથી કોમર્શિયલ સિલીન્ડરમાં થયો ભાવ વધારો
Shahdara double murder case | Preliminary investigation reveals a case of personal enmity. Based on CCTV footage, one minor detained, questioning underway: Delhi Police
— ANI (@ANI) November 1, 2024
શાહદરા હત્યાકાંડ
અધિકારીએ કહ્યું, 'રાત્રે લગભગ 8.30 વાગ્યે પીસીઆર કોલ મળ્યા બાદ એક પોલીસ ટીમ મોકલવામાં આવી હતી. ટીમને ઘટનાસ્થળે લોહીના ડાઘ જોવા મળ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ ગોળી મારતા પહેલા આકાશ શર્માના પગને સ્પર્શ કરી પગે લાગ્યો હતો
આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા
નજીકમાં ઉભેલા આકાશ શર્માના પુત્ર ક્રિશ અને ભત્રીજા રિષભને પણ ગોળી વાગી હતી. તમામ પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે ક્રિશ શર્માની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાય છે. પીડિતાના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે અને આ અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો----Diwali પર મોટી દુર્ઘટના, બોકારોમાં ફટાકડાની 66 દુકાનો સળગી, Delhi માં 2 લોકો દાઝ્યા, આંધ્રમાં 1 નું મોત