Donald Trump ની જીતથી Benjamin Netanyahu થયા ખુશ, અભિનંદન મેસેજમાં કહી મોટી વાત
- US રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત
- ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ આપ્યા આભિનંદન
- જીત બાદ અભિનંદનના મેસેજોનો વરસાદ
અમેરિકી (US) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શાનદાર જીત નોંધાવી છે. ટ્રમ્પની જીત બાદ અભિનંદનના મેસેજ પણ આવવા લાગ્યા છે. આ સંદર્ભમાં, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ ટ્રમ્પ (Donald Trump) માટે ખાસ અભિનંદન સંદેશ લખ્યો છે. ટ્રમ્પની જીતને ઈતિહાસમાં 'સૌથી મોટું પુનરાગમન' ગણાવતા તેમણે આશા વ્યક્ત કરી કે આ અમેરિકા (US) અને ઈઝરાયેલના સંબંધોમાં નવો અધ્યાય લખશે.
'આ મોટી જીત છે!'
પ્રિય ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પ (Donald Trump) ઇતિહાસમાં સૌથી મોટું પુનરાગમન બદલ અભિનંદન! વ્હાઇટ હાઉસમાં તમારું ઐતિહાસિક વળતર અમેરિકા (US) માટે એક નવી શરૂઆત અને ઇઝરાયેલ અને અમેરિકા (US) વચ્ચેના મહાન સંબંધો માટે એક શક્તિશાળી પુનઃ પ્રતિબદ્ધતા પ્રદાન કરશે. આ એક મોટી જીત છે! તમારા સાચા મિત્રો, બેન્જામિન અને સારા નેતન્યાહુ...
Dear Donald and Melania Trump,
Congratulations on history’s greatest comeback!
Your historic return to the White House offers a new beginning for America and a powerful recommitment to the great alliance between Israel and America.
This is a huge victory!
In true friendship,… pic.twitter.com/B54NSo2BMA
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 6, 2024
આ પણ વાંચો : America ના નવા કિંગ...ડોનાલ્ડ ટ્રમ્પ....
જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો - ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સ્વિંગ રાજ્યના મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.
આ પણ વાંચો : US Senate માં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીએ કર્યો ચમત્કાર, 4 વર્ષમાં પહેલીવાર આવું બન્યું...
અમને ઐતિહાસિક અને શક્તિશાળી બહુમતી મળી છે - ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે અમેરિકાને મલમની જરૂર છે. હું તમારો પ્રેમ અનુભવું છું. હું તમને ખુબ ખુશી અને ગર્વની ક્ષણો આપીશ. અમેરિકાએ અમને ઐતિહાસિક અને શક્તિશાળી બહુમતી આપી છે અમે સેનેટમાં પ્રભુત્વ જમાવ્યું છે.
આ પણ વાંચો : US Election માં ભારતીય મૂળના બે નેતાઓની જીત, કમલા હેરિસનું શાનદાર કમબેક...