Strike : આજે દેશભરમાં ડોક્ટર્સની હડતાળ
- કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા
- ઘાતકી હત્યા બાદ દેશભરના તબીબોએ આજે હડતાળનું એલાન કર્યું
- તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ આ હડતાળમાં જોડાવા હાકલ કરી
Strike : તાજેતરમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે મહિલા ડોક્ટરની હત્યાના આરોપીની ધરપકડ કરી છે. મહિલા ડોક્ટરની ઘાતકી હત્યા બાદ દેશભરના તબીબોએ આજે હડતાળ (Strike ) નું એલાન આપ્યું છે. આ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે.
વૈકલ્પિક સર્જરી અને લેબનું કામ બંધ
આજે સાંજે 6 વાગ્યે મુંબઈની જેજે હોસ્પિટલ ખાતે કેન્ડલ માર્ચ યોજાશે. મુંબઈની તમામ હોસ્પિટલોમાં ઓપીડી શરૂ રહેશે. ડોકટરોની હડતાલ દરમિયાન, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ રહેશે. દિલ્હીની ઘણી સરકારી હોસ્પિટલોએ રવિવારે સત્તાવાર નિવેદનો જારી કરીને સોમવારે સવારથી બહારના દર્દીઓના વિભાગો, ઓપરેશન રૂમ અને વોર્ડની ફરજો બંધ કરવાની જાહેરાત કરી હતી. મહિલા ડૉક્ટર સાથે થયેલી બર્બરતાને લઈને કોલકાતાથી લઈને દિલ્હી સુધી ગુસ્સાની આગ ફેલાઈ ગઈ છે. જેના કારણે ડોક્ટરોના સંગઠને સોમવારે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો--- Kolkata : મહિલા ડોક્ટરના પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરમાંથી લોહી...
દિલ્હીની આ હોસ્પિટલોમાં હડતાળ
દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, VMMC અને સફદરજંગ હોસ્પિટલ, દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ અને GTB હોસ્પિટલના 'રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન' (RDA) દ્વારા આજે ડોકટરોએ તેમની બિન-ઇમરજન્સી સેવાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
કોઈ મોટું ષડયંત્ર દબાવવામાં આવી રહ્યું છે
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ ડોક્ટર પોલીસ તપાસથી સંતુષ્ટ નથી. ડોક્ટરોનું કહેવું છે કે એક આરોપીની ધરપકડ કરીને મોટા ષડયંત્રને દબાવવામાં આવી રહ્યું છે. ડોક્ટરો આ કેસની સીબીઆઈ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ કરી રહ્યા છે.
ભાજપે સીબીઆઈ તપાસની માંગ કરી
દરમિયાન, બંગાળ ભાજપના પ્રમુખ સુકાંતો મજુમદારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને આ મામલે સીબીઆઈ તપાસની વિનંતી કરી છે તેમજ બંગાળની તમામ મેડિકલ કોલેજોની મુલાકાત લેવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક ટીમ મોકલવાની વિનંતી કરી છે.
આ પણ વાંચો---- Bihar Crime : બેગુસરાઈમાં અસામાજિક તત્વોનો આતંક, એક જ પરિવારના 3 લોકોની કરી હત્યા...