Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diu Beach: 36 કલાક બાદ મળી આવ્યો દીપ કુમારનો મૃતદેહ, પરિવારમાં ભારે શોકનો માહોલ

Diu Beach: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બે દિવસ પહેલા દરિયામાં પડી ગયેલ દીપ દિનેશ કુમારનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા દીવના નાગવા બીચના દરિયામાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી.આ નાગવા બીચના...
diu beach  36 કલાક બાદ મળી આવ્યો દીપ કુમારનો મૃતદેહ  પરિવારમાં ભારે શોકનો માહોલ

Diu Beach: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બે દિવસ પહેલા દરિયામાં પડી ગયેલ દીપ દિનેશ કુમારનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા દીવના નાગવા બીચના દરિયામાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી.આ નાગવા બીચના દરિયામાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવકનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે દીપ શાહ અને અર્શ ત્રિવેદી નામના યુવકો ડૂબ્યા હતા.

Advertisement

દીવના નાગવા નજીકના દરિયામાં કચ્છનો યુવાન ડુબ્યા હતા

વિગતે વાત કરવામાં આવે તો, દીવ (Diu Beach)ના નાગવા ગામ નજીકના દરિયામાં કચ્છનો યુવાન ડુબ્યા હતા. જેમાં એક યુવાનનો મૃતદેહ 36 કલાક બાદ મળી આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બે દિવસ પહેલા દરિયામાં પડી ગયેલ દીપ દિનેશ કુમારનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો. અહીં વહેલી સવારે નાગવાના સ્થાનિક વ્યક્તિએ મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાની સાથે પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ તથા હોસ્પિટલ સ્ટાફ નાગવા ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, મૃતદેહને મૃતવાન દ્વારા દીવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો.

દીપના પિતા દ્વારા મૃતદેહની ઓળખાણ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, 36 કલાક પહેલા દીપ દરિયા (Diu Beach)માં પડી ગયેલ હતો. આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે મૃતદેહની ઓળખાણ દીપના પિતા દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બે યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી એકનો મૃતદેહ દીવ એરપોર્ટ સામે પોઢિયા દાદા મંદીરના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. અત્યારે બીજા યુવાન દીપ કુમારનો મૃતદેહ નાગવા બીચ ખાતેના દરિયા કિનારેથી મળી આવ્યો છે. નોંધનીય છે કે, પોતાના દીકરાનું મોત થતા પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Banaskantha: ઓક્સિજનની કમીથી બે લોકોના મોત, મોડી રાત્રે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

આ પણ વાંચો: AHMEDABAD: ક્રાઇમ બ્રાન્ચે PG અને ડોર્મેટરીનું રજીસ્ટ્રેશ શરૂ કર્યું, શહેરમાંથી 5 PG ના રજીસ્ટ્રેશન થયા

Tags :
Advertisement

.