Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ
- દિવ્યાંગોને વિવિધ પ્રકારના સાધનનુ વિતરણ
- મુસ્લિમ વિકલાંગોને પણ સમાવિત કરવામાં આવ્યા
- લાભાર્થીઓએ દાતાઓનો આભાર માન્યો
Disabled Equipment Assistance Camp : આ શિબિરમાં લાયન્સ ક્લબ દ્વારા તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમની દિવ્યાંગતામાં રાહત મળે તેમજ તેમની શારીરિક મુશ્કેલી દૂર થાય તે હેતુથી દિવ્યાંગોને વિવિધ પ્રકારના સાધનનુ વિતરણ કરવામાં આવ્યુ.
50 વ્હીલ ચેર અને 39 જયપુર ફૂટ/કેલિપર્સનું વિતરણ
આ શિબિરમાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરુરિયાત મુજબ 50 વ્હીલ ચેર અને 39 જયપુર ફૂટ/કેલિપર્સનું વિતરણ કરવામાં આવ્યું. આ શિબિરમાં ખાસ મુસ્લિમ વિકલાંગોને પણ સમાવિત કરવામાં આવ્યા હતા. જેથી કોમી એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડી શકાય. આ સાથે આ શિબિરના તમામ આયોજકોએ સાબિત કર્યુ કે જન સેવા એ જ પ્રભુ સેવા, સેવાનો કોઈ ધર્મ નથી હોતો. ગુરુ નાનકે સમજાવ્યું હતું કે ધર્મનો અર્થ છે- બધા જ લોકોની નિઃ સ્વાર્થ સેવા કરવી. પછી એ કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જાતિનો. સંસાર છોડીને રહેવું ધર્મનો સંદેશ નથી. સંસારમાં રહીને બધાની ભલાઈ કરવી એ જ સાચો ધર્મ છે.
આ પણ વાંચો : Ahmedabad : સિવિલ હોસ્પિટલ વહી અંગદાનની સરવાણી, 24 કલાકમાં થયા ત્રણ અંગદાન
દિવ્યાંગને જરુરિયાત મુજબ સાધન સહાય
શ્રી અષ્ટમંગલ મહાદેવ ખાતે યાજોયેલ આ દિવ્યાંગ શિબિરમાં હિન્દુ પરિવારોની સાથે 60 જેટલા મુસ્લિમ પરિવારો અને સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. આ શિબિરમાં દિવ્યાંગોને વિવિધ પ્રકારના સાધનોની સહાય પુરી પાડવામાં આવી. જેમ કે, ખાસ દિવ્યાંગને વ્હીલ ચેર આપવામાં આવી, જો કોઈ દિવ્યાંગને પગની જરૂર હોય તો પગ આપવામાં આવ્યો. આમ અનેક સેવાભાવી નવા જ સાધનોનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું. ત્યાર બાદ આ તમામ લાભાર્થીઓએ મંદિરમાં ભોજન પ્રસાદ લઈ અને ભગવાન અસ્ટ મંગલ મહાદેવજીના દર્શન કર્યા અને દાતાઓનો આભાર માન્યો હતો. દિવ્યાંગ લોકોએ પણ આ કાર્યક્રમથી પોતાને મળેલી જરૂરી સહાયથી આનંદની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે મુસ્લિમ પરિવારના લોકો અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે ભાગવાનના સાનિધ્યમાં પોતાના દિવ્યાંગ બાળકોને લઈને આવ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા હતા સાથે પોતાના બાળકોને જરૂરી સહાયતા મળી તેને લઈને ખુશી વ્યક્ત કરતા દાતાઓ અને મંદિર ટ્રસ્ટનો આભાર માન્યો હતો.
આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ખાસ અસ્ટ મંગલ મહાદેવ મંદિરના પૂજારી વિષ્ણુ ભાઈ પૂજારીની સાથે રાજીવજી ભંડારી (પરોપકારી અને ઉદ્યોગપતિ), ધર્મેશ સોની (પીડીજી, લાયન્સ ડિસ્ટ્રિક્ટ-3232 બી), ડૉ. આલોક શાહ (ઓર્થોપેડિક, આલોક હોસ્પિટલ), ગૌતમ જૈન (ચેરમેન, BMVSS) અને લલિત જૈન (વાઇસ ચેરમેન, BMVSS) આ તમામે આ માનવતાવાદી સેવા શિબિરમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો : Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન