Islamic charity homes માં બાળકો સાથે થતું ગંદુ કામ! પોલીસે 400 માસૂમોને બચાવ્યાં,મૌલવીઓ સહિત 117 ની ધરપકડ
- મલેશિયામાં જાતીય શોષણનો પર્દાફાશ
- ઇસ્લામિક ચેરિટી હોમમાં પોલીસે કરી રેડ
- પોલીસે 400 બાળકોને બચાવ્યા
- મૌલવીઓ સહિત 117ની ધરપકડ કરી
Malaysia: મલેશિયા (malaysia)ની પોલીસે 20 ઇસ્લામિક ચેરિટી હોમ(Islamic charity homes)માં બાળકોના જાતીય શોષણનો પર્દાફાશ કર્યો છે. બે રાજ્યોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે 201 છોકરીઓ સહિત 400થી વધુ બાળકોને (malaysia police raid)બચાવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દરોડા દરમિયાન ટીમે મૌલવીઓ સહિત 171 લોકોની ધરપકડ કરી હતી. હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં, પોલીસ સમક્ષ ફરિયાદ મળી હતી કે ચેરિટી હોમમાં બાળકો સાથે દુર્વ્યવહાર, જાતીય સતામણી અને છેડતી જેવી ઘટનાઓ બની રહી છે.
મલેશિયાના ટોચના પોલીસે આ તમામ ચેરિટી હોમ્સ ગ્લોબલ ઇખ્વાન સર્વિસિસ એન્ડ બિઝનેસ (GISB) દ્વારા સંચાલિત હતા. GISB એ મલેશિયન ફર્મ છે, જે સુપરમાર્કેટ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેની વેબસાઇટ અનુસાર, તે ઇન્ડોનેશિયા, સિંગાપોર, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડ સહિત ઘણા દેશોમાં કાર્યરત છે. GISB એ જાતીય દુર્વ્યવહારના આરોપો પર તરત જ જવાબ આપ્યો ન હતો પરંતુ, એક નિવેદનમાં, GISB એ અલગ સોશિયલ મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા. જણાવ્યું હતું કે કંપની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નથી અને તે આ મુદ્દાને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને સહકાર આપશે.
મલેશિયા પોલીસે 400 થી વધુ બાળકો બચાવ્યા
મલેશિયાના અધિકારીઓએ બુધવારે 400 થી વધુ બાળકો અને કિશોરોને બચાવ્યા, એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે શોધી કાઢ્યું છે કે પ્રતિબંધિત ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલી એક મોટી ઇસ્લામિક વેપારી સંસ્થા દ્વારા આ ચેરિટી હોમ્સમાં જાતીય શોષણ થતું હતું. ફરિયાદ બાદ પોલીસે બુધવારે આ સ્થળોએ દરોડા પાડીને બાળકોને છોડાવ્યા હતા. તમામ બાળકોની ઉંમર 1 વર્ષથી 17 વર્ષની વચ્ચે છે. રઝાઉદ્દીન હુસૈને જણાવ્યું કે ઓપરેશન દરમિયાન પોલીસે મૌલવીઓ, હોસ્ટેલ સુપરવાઈઝર અને સંસ્થાના પ્રમુખ સહિત 171 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં 17 થી 64 વર્ષની વયના 66 પુરૂષો અને 105 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -US Election : પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બંને નેતાઓ વચ્ચે વળતા પ્રહારો અને...
પોલીસનો સનસનીખેજ ખુલાસો
રઝારુદ્દીને જણાવ્યું હતું કે પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવી લેવાયેલા બાળકો મલેશિયન GISB કર્મચારીઓના બાળકો હતા. તેમને જન્મ પછી તરત જ આ બાળગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમને અનેક પ્રકારના શોષણનો શિકાર બનવું પડ્યું હતું. પીડિત બાળકો પર આરોપીઓ દ્વારા ચેરિટી હોમમાં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમને અન્ય બાળકો પર બળાત્કાર કરવાનું શીખવવામાં આવ્યું હતું. રઝાઉદ્દીને વધુમાં ખુલાસો કર્યો કે જે બાળકોએ વિરોધ કર્યો હતો. તેમના હાથ પર ગરમ ચમચી મુકવામાં આવી હતી અને તેમને ઘણી રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -કોરોનાની ઉત્પત્તિ થઇ તે જ લેબે બનાવી દીધી ભવિષ્યની મહામારીનો સામનો કરવા માટે રસી
કઈ ઈસ્લામિક સંગઠનનું નામ સામેલ
GISB દ્વારા સુરક્ષિત આ ચેરિટી હોમ્સમાં ચાલી રહેલા ઘૃણાસ્પદ કૌભાંડ પાછળ મલેશિયાના અલ-અરકમ ધાર્મિક સંપ્રદાયનું નામ પ્રકાશમાં આવી રહ્યું છે. આ સંગઠન પર મલેશિયાની સરકારે 1994માં પ્રતિબંધ મૂક્યો હતો. GISB એ સંસ્થા સાથેના સંબંધોને સ્વીકાર્યું છે, પરંતુ હવે તે પોતાને મુસ્લિમ પ્રથાઓ પર આધારિત ઇસ્લામિક જૂથ તરીકે વર્ણવે છે.