SVPI : અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ સમયપત્રકમાં નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. હવે SVPIA થી તમે 'ગોલ્ડન સિટી' જેસલમેર, મનોહર શહેર દીવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ બ્લેરના અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકો છો. નવુ સમયપત્રક...
06:19 PM Oct 30, 2023 IST
|
Vipul Pandya
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ સમયપત્રકમાં નવા સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. હવે SVPIA થી તમે 'ગોલ્ડન સિટી' જેસલમેર, મનોહર શહેર દીવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ બ્લેરના અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકો છો. નવુ સમયપત્રક 29મી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવ્યું છે.
જેસલમેર અને દીવની દૈનિક સીધી ફ્લાઈટ માટે બુકિંગ શરૂ
ઈન્ડિગો એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી જેસલમેર અને દીવની દૈનિક સીધી ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયાકિનારાનો નજારો, 'ગોલ્ડન સિટી' જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની યાત્રાનો આનંદ આપશે.
આગ્રામાં પણ ઓપરેશન્સ ચાલુ
ઈન્ડિગોએ આગ્રામાં પણ ઓપરેશન્સ ચાલુ કર્યા છે જેથી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. તો અલાયન્સ એર પણ ઈન્દોરને ગંતવ્ય સ્થાન તરીકે સમાવીને તેના શેડ્યૂલનો વિસ્તાર કરી રહી છે. જેમાં સાપ્તાહિકમાં ડાયરેક્ટ ત્રણ ફ્લાઈટ્સ ચાલે છે પરિણામે કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે.
ચેન્નાઈની ફ્લાઈટ શરૂ
સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને આકર્ષક ટાપુ પોર્ટ બ્લેર સાથે જોડે છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરના મનોહર પામ-રેખિત દરિયાકિનારાનો અનુભવ કરી શકે છે.
અમદાવાદથી સિંગાપોર દૈનિક સીધી ફ્લાઇટ ઉપલબ્ધ
આંતરરાષ્ટ્રીય સ્થળોની વાત કરીએ તો, સ્પાઈસ જેટે દુબઈની સીધી ફ્લાઈટ સપ્તાહિક સાતથી વધારીને નવ કરી છે. આ ઉન્નતિકરણ મુસાફરોને વાઇબ્રન્ટ મેટ્રોપોલીસનું આયોજન કરતી વેળાએ પસંદગીના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. સિંગાપોર એરલાઈન્સે પણ તેના આવર્તનોમાં વધારો કર્યો છે. હવે અમદાવાદથી સિંગાપોર દૈનિક સીધી ફ્લાઇટ ઉપલબ્ધ છે. વળી 1લી ડિસેમ્બરથી મલેશિયા એરલાઇન્સ કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. મુસાફરોને દર અઠવાડિયે ચાર સીધી ફ્લાઇટની સુવિધા મળશે, જે દક્ષિણપૂર્વ એશિયાના ઘણા રોમાંચક સ્થળોની સહેલગાહ કરાવશે.
SVPIA 7 એરલાઇન્સ સાથે 39 સ્થાનિક અને 18 એરલાઇન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ
આ શિયાળાની સિઝનમાં SVPIA પ્રવાસીઓ માટે આગામી નૂતનવર્ષના તહેવારોની રજાઓનો આનંદ માણવાની તકો પૂરી પાડે છે. જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સાથે બિઝનેસ અને લેઝર બંને વર્ગના પ્રવાસીઓને લાભ થશે. હવે SVPIA 7 એરલાઇન્સ સાથે 39 સ્થાનિક અને 18 એરલાઇન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ છે.
Next Article