Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થયાના અહેવાલ અંગે પોલીસે કર્યો મોટો ખુલાસો

ધ કેરલા સ્ટોરી ફિલ્મ બાદ હવે ગુજરાતમાં પણ મહિલાઓ ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં NCRB ના ડેટાને ટાંકીને ગુજરાતમાંથી 5 વર્ષમાં અંદાજે 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે...
ગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થયાના અહેવાલ અંગે પોલીસે કર્યો મોટો ખુલાસો

ધ કેરલા સ્ટોરી ફિલ્મ બાદ હવે ગુજરાતમાં પણ મહિલાઓ ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં NCRB ના ડેટાને ટાંકીને ગુજરાતમાંથી 5 વર્ષમાં અંદાજે 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ અહેવાલો ફરતા થયા બાદ ગુજરાત પોલીસે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરતી હોવાનું કહ્યું છે.

Advertisement

NCRB ના પોર્ટલને ટાંકીને ગુજરાત પોલીસે કર્યો ખુલાસો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના હવાલેથી પ્રસારિત થયેલા ડેટા બાદ સમાચાર ફરતા થયા હતા કે ગુજરાતમાંથી 5 વર્ષમાં અંદાજે 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઇ છે. જે બાદ ગુજરાત પોલીસે નેશનલ ક્રાઈમ બ્યુરોના હવાલો આપીને જ ખુલાસો કર્યો અને આ અહેવાલને અધુરો અને ગેરમાર્ગે દોરતો ગણાવ્યો હતો. ગુજરાત પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું કે, હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41,621 મહિલાઓ ગુમ થયેલ હતી. પરંતુ આ પૈકી 39,497 મહિલાઓને (94.90%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મના ટ્રેલર બાદ તે વિવાદમાં સપડાઈ હતી પરંતુ રિલીઝ બાદ લોકો ફિલ્મને ખૂબ વખાણી રહ્યા છે. આ કેરળની 3 છોકરીઓની વાર્તા છે, જેમાં તેમને પહેલા બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરવામાં આવે છે અને પછી તેઓ આતંકવાદી સંગઠન ISIS માં જોડાય છે. ઘણા નેતાઓ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી રહ્યા હતા. ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટેની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. વળી જણાવી દઇએ કે, વેસ્ટ બેંગાલમાં મમતા બેનર્જીએ આ ફિલ્મને રાજ્યમાં બેન કરી છે. આ ફિલ્મની કથા છોકરીઓના ગાયબ થવા પરની છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, રાજ્યમાં 2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246 અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. છેલ્લા 5 વર્ષમાં આ સંખ્યા વધીને 41,621 થઈ ગઈ છે. જોકે, ગુજરાત પોલીસે હવે આ અંગે ખુલાસો કર્યો છે અને આગળ સામે આવેલા અહેવાલને ગેરમાર્ગે દરતા ગણાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ જેઠાભાઈ ભરવાડે કરી કબૂલાત, CM ને લખ્યો પત્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.