Delhi : જ્વેલરી શોરૂમમાં દિવાલમાં કાણું પાડીને 25 કરોડના હીરાની ચોરી
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ચોરોએ એક મોટો કાંડ કર્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલર્સમાં મોડી રાત્રે થયેલી ચોરીમાં ચોરોએ 25 કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ચોર દિવાલમાં ખાડો કરીને દુકાનમાં ઘુસ્યા હતા. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને...
01:10 PM Sep 26, 2023 IST
|
Vipul Pandya
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ચોરોએ એક મોટો કાંડ કર્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલર્સમાં મોડી રાત્રે થયેલી ચોરીમાં ચોરોએ 25 કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ચોર દિવાલમાં ખાડો કરીને દુકાનમાં ઘુસ્યા હતા. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.
નિઝામુદ્દીન પોલીસ ઘટનાસ્થળે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક જ્વેલરી શોરૂમમાં કરોડોની ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભોગલ વિસ્તારમાં આવેલા ઉમરાવ જ્વેલરમાં મોડી રાત્રે થયેલી ચોરીની છે. ચોરોએ દિવાલમાં કાણું પાડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને શોરૂમના લોકરમાં પ્રવેશ મેળવ્યો હતો. માહિતી મળતાં જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે.
Next Article