Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રંગીલા રાજરોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો અલગ લૂક, VVIP દરબાર નહીં સેવકોને 'સીતારામ કહેવાનો' કાર્યક્રમ

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આવતીકાલે હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી.બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. બાગેશ્વર ધામના...
રંગીલા રાજરોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો અલગ લૂક  vvip દરબાર નહીં સેવકોને  સીતારામ કહેવાનો  કાર્યક્રમ

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આવતીકાલે હનુમાનકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર પહેલાં બાબાએ રાજકોટના ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી.બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

Advertisement

બાગેશ્વર ધામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે સવારે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વામિનારાયણ ભગવાનને જળાભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ વીઆઈપી દિવ્ય દરબાર અંગે તેમણે જણાવ્યું હતું કે અમારો દરબાર વીવીઆઈપી જગ્યાએ નહીં લાગે, મેં અત્યાર સુધી કોઈ પણ આવો વીવીઆઈપી દરબાર યોજ્યો નથી.

રાજકોટમાં આયોજકોએ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. દિવ્ય દરબારમાં 12 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારમાં પ્રવેશવા માટે 10 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. 1 લાખ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ એ પહેલા બાબાનો લૂક અને પાસ વાયરલ થતાં સવાલો ઉભા થઈ રહ્યા છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ સ્થળે 20 હજાર ખુરશી અને 1 હજાર સોફાની વ્યવસ્થા કરાઈ છે. આજે બાબાના કાર્યક્રમમાં 3 હજાર સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત રહેશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. એક બાજુ લોકો ભારે તાપમાં પાસ લેવા કલાકોથી બેઠા છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના પાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેવા ભાજપના નેતોઓ પણ પહોંચ્યા હતા. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા આવ્યા હતા. તે સિવાય કીર્તીદાન ગઢવી બાદ હવે રાજભા ગઢવી પણ બાબાના આશીર્વાદ લીધા હતા. ઉલેખનીય છે કે, મેયર ડો. પ્રદીપ ડવ પણ કિંગ્સ હાઈટ્સ ખાતે બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : આસારામ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં કરશે અપીલ

Tags :
Advertisement

.