ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Dharmendrasinh Vaghela: વાઘોડિયા બેઠક પર ભાજપની 78 હજાર મતની લીડ સાથે ભવ્ય જીત

Dharmendrasinh Vaghela: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે. તમને જણાવી દઇએ કે, વાધોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને...
01:08 PM Jun 04, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Dharmendrasinh Vaghela

Dharmendrasinh Vaghela: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે. તમને જણાવી દઇએ કે, વાધોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત મળ્યા છે. તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યાં છે. આ સાથે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 78,765 મતોથી ભવ્ય જીત છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 78,765 મતોથી ભવ્ય જીત થઈ છે

વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો હતો. રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો વિરૂધ કરવામાં આવેલા નિવેદનના કારણે રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ દરેક પરિબળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત છઈ છે.

વિજાપુરમાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું

માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત

આ પણ વાંચો: Loksabha Election 2024: આ દિગ્ગજ નેતાઓ ચાલી રહ્યા છે મોટી લીડમાં, જાણો ક્યાથી કોની છે વધારે લીડ…

આ પણ વાંચો: Lok sabha Election 2024: થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે નવી સરકારની સ્થિતિ, અત્યારે BJP લીડમાં..

Tags :
assembly by-electionsAssembly by-elections GujaratASSEMBLY ELECTIONBijapur assembly seatdharmendrasinh vaghelaFive Assembly Seats of GujaratGujaratGUJARAT ASSEMBLY SEATSKhambhat assembly seatManavdar assembly seatPorbandar assembly seatWaghodia assembly seat