Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DGP ની અસામાજિક તત્વોને ચેતવણી, રાજ્યમાં અશાંતિ સર્જનાર....

DGP વિકાસ સહાયે મોટા શહેરોના પોલીસ કમિશ્નર્સ અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરુરી નિર્દેશ આપ્યા અશાંતિ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે આ જવાબદારી માટે જે કાર્યવાહી કરવાની...
dgp ની અસામાજિક તત્વોને ચેતવણી  રાજ્યમાં અશાંતિ સર્જનાર
  • DGP વિકાસ સહાયે મોટા શહેરોના પોલીસ કમિશ્નર્સ અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજી
  • કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરુરી નિર્દેશ આપ્યા
  • અશાંતિ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે
  • આ જવાબદારી માટે જે કાર્યવાહી કરવાની હશે તે માટે અમે તૈયાર છીએ

DGP Vikas Sahay : રાજ્યમાં સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ ગુજરાત પોલીસ સતર્ક બની છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (DGP Vikas Sahay )આજે તમામ શહેરોના પોલીસ કમિશ્નર્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરીને માહિતી આપી હતી તથા જરુરી નિર્દેશ આપ્યા હતા.

Advertisement

પોલીસ કમિશ્નર્સ અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજી

DGP વિકાસ સહાયે મોટા શહેરોના પોલીસ કમિશ્નર્સ અને તમામ જિલ્લા પોલીસ વડા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ બાદ પત્રકારોને સંબોધતા ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે આગામી સમયમાં 16 તારીખે ઇદે મિલાદ છે જ્યારે 17 તારીખે ગણેશ વિસર્જન છે. રાજ્યમં શાંતિપૂર્ણ માહોલમાં બંને તહેવારો યોજાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.

આ પણ વાંચો---Surat CP: સગીર પથ્થરબાજોની ઉશ્કેરણી કોણે કરી...? તપાસ ચાલુ...

Advertisement

રાજ્યમાં 1 હજાર જેટલા જૂલુસ નીકળે છે જ્યારે 93 હજાર ગણેશ સ્થાપના

રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આજે રાજ્યના તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી છે. ઇદે મિલાદમાં રાજ્યમાં 1 હજાર જેટલા જૂલુસ નીકળે છે જ્યારે 93 હજાર ગણેશ સ્થાપના કરાઇ છે. ઇદે મિલાદ અને ગણેશ વિસર્જનમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સંકલન કરવામાં આવ્યું છે.

Advertisement

સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે ઝડપી કાર્યવાહી કરાઇ

ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં ખેડા જિલ્લાના કઠલાલ અને સુરતમાં બનાવો બન્યા છે. સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે ઝડપી તમામ કાર્યવાહી કરાઇ છે. 28 અસામાજિક તત્વોની અટકાયત કરાઇ છે. તેમણે કહ્યું કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે. અને અમુક અસામાજીક તત્વો દ્વારા કૃત્યો કરાઇ રહ્યા છે.

અશાંતિ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે

રાજ્ય પોલીસ વડાએ ચીમકી આપી હતી કે રાજ્યના શાંતિપૂર્ણ વાતાવારણમાં અશાંતિ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. આ જવાબદારી માટે જે કાર્યવાહી કરવાની હશે તે માટે અમે તૈયાર છીએ. અગાઉ પણ પથ્થમારાની ઘટના બની છે અને આવા કેસોમાં અસરકારક રીતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. રાજ્યમાં શાંતિના માહોલની જવાબદારી ગુજરાત પોલીસની છે. શાંતિપૂર્ણ માહોલમાં અશાંતિ ફેલાવવાતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરાઇ રહી છે.

આ પણ વાંચો----Surat Stone Pelting : પથ્થરબાજોનું જાહેરમાં સરઘસ, આજે કોર્ટમાં રજૂ કરાશે, મંત્રી ઋષિકેશ પટેલે કહી આ વાત

Tags :
Advertisement

.