Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નિષ્ફળતાઓને નેવે મૂકી, 58 વર્ષે પણ વટથી "જવાન" શાહરૂખ ખાન

જ્યારે પણ ભારતીય સિનેમાનો ઇતિહાસ કંડોરાશે ત્યારે તેમાં બોલીવૂડના બાદશાહ " શાહરૂખ ખાન"નું નામ સુવર્ણ અક્ષરે ઘૂંટાશે, તે વાતમાં કોઈ શંકા નથી. દિલ્લીના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ બાળક જેને તેના જીવનના શુરૂઆતી પૂર્વાર્ધમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તે જ...
12:27 PM Nov 02, 2023 IST | Harsh Bhatt

જ્યારે પણ ભારતીય સિનેમાનો ઇતિહાસ કંડોરાશે ત્યારે તેમાં બોલીવૂડના બાદશાહ " શાહરૂખ ખાન"નું નામ સુવર્ણ અક્ષરે ઘૂંટાશે, તે વાતમાં કોઈ શંકા નથી. દિલ્લીના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ બાળક જેને તેના જીવનના શુરૂઆતી પૂર્વાર્ધમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તે જ બાળક એક દિવસ વિશ્વફલક ઉપર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે તેવું આખરે કોને વિચાર્યું હોય, પણ સપનાઓ હકીકતમાં બદલાય છે, આ વાતને કોઈએ ખરા અર્થમાં સાર્થક કરી હોય તો તે શાહરૂખ ખાન જ છે.

કિંગ ખાન, બાદશાહ, બાજીગર, કિંગ ઓફ રોમાન્સ, ડોન - ના જાણે તેના ચાહકોએ તેને કેટ કેટલા અલગ અલગ નામની ઉપાધિ આપી. પરંતુ શાહરુખે લગાતાર 30 વર્ષ સુધી દરેકની અપેક્ષાને પાંખ આપ્યા, દરેકને મેહનત કરવાની કળા અને સપના જોવાની રીત સમજાવી .અત્યારની પેઢીમાં પણ નાનું બાળક હોય, કોલેજ કરતો યુવા વર્ગ હોય કે પછી બધી જવાબદારીથી મુક્ત થઈ જીવન જીવતો પ્રૌઢ વર્ગ હોય બધા જ વર્ગના લોકોમાં તમને શાહરૂખના ચાહકો જોવા મળી જશે. ભારત જેવા વૈવિધ્યસાભર રાષ્ટ્રમાં પણ સૌની નજરમાં એક આદર્શ વ્યક્તિત્વ જાળવી રાખવું એ કઈ સામાન્ય વાત નથી.

"I AM THE LAST OF THE STARS" - SRK 

 

1985 માં આવેલી અમિતભ બચ્ચનની ફિલ્મ મર્દ ઘણી સફળ રહી હતી પરંતું, ત્યારબાદ કેટલાક સમય સુધી સદીના મહાનાયકને અસફળતાનો સામનો કરવો પડ્યો હતો. એ સમયમાં સૌને લાગતું હતું કે હવે અમિતાભ બચ્ચન જેટલી ખ્યાતિ અને સફળતા અન્ય કોઈ કલાકાર ભારતીય સિનેમામાં નહીં મેળવી શકે.પરંતુ 2નૉવેરબેર 1965ના રોજ એટલે કે આજના જ દિવસે એક એવા કલાકારનો જન્મ થયો જેને સ્ટારડામ અને સફળતાને નવો આયામ આપ્યો, જેને ભારતીય સિનેમાની દશા અને દિશા હમેશા માટે બદલી નાખી. 1995 માં આવેલી ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" બાદ તો  શાહરૂખનો સિતારો એવો તે ચમક્યો કે તેની પ્રતિષ્ઠા ભારતની સીમાઓ પાર કરી છેક વિદેશ સુધી પહોંચી.

નિષ્ફળતાઓને નેવે મૂકી વર્ષ 2023 માં વટથી "જવાન" બન્યો શાહરૂખ ખાન

1992માં દિવાના ફિલ્મ થી કારકિર્દીની શુરૂઆત કરનાર શાહરુખે તેના જીવન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, ઘણા વિવાદોનો તે ભાગ બન્યો, વાત તો એટલે સુધી પહોંચી ગઈ કે સોશિયલ મીડિયા ઉપર તેને દેશદ્રોહી અને આતંકવાદી પણ કહેવાયો. પરંતુ તેને કોઈ દિવસ શબ્દો થી તેના વિરોધીઓને જવાબ આપ્યો નહીં અને શાંત ચિતે તે પોતાના આર્ટ ઉપર કામ કરી દર્શકોને મનોરંજન પૂરું પાડતો રહ્યો. જે દર્શકોએ તેને એક સામાન્ય વ્યક્તિ થી સુપર સ્ટાર બનાવ્યો, તે જ દર્શકોનો પ્રેમ તેને તેના જીવનના સૌથી ખરાબ સમયમાંથી બહાર લાવ્યો. 10 વર્ષ સુધી સતત અસફ્ળતાઓનો સામનો કર્યા બાદ, નિષ્ફળતાઓને નેવે મૂકી વર્ષ 2023માં વટથી જવાન બન્યો શાહરૂખ ખાન. છેલ્લા એક દાયકા દરમિયાન શાહરૂખની ફિલ્મ 100 કરોડ કમાવવવા પણ હવાતિયા મારતી હતી, તે જ શાહરૂખે વર્ષ 2023માં 1000 કરોડ કમાવનારી બે ફિલ્મો આપી - પઠાણ અને જવાન. આવો વિક્રમ સર્જનાર ભારતનો પહેલો અભિનેતા બન્યો શાહરૂખ ખાન. ચોક્કસપણે આ વર્ષને હમેશા માટે શાહરૂખના ધમાકેદાર કમબેક માટે યાદ રાખવામાં આવશે.

શાહરૂખને લાગે છે આનાથી ડર 

બોલીવૂડમાં લગાતાર 30 વર્ષ સુધી પોતાની કુશળતાથી હમેશા ટોચ પર રહેનારા શાહરૂખને એક ખૂબ જ અજીબ વાતથી ડર લાગે છે. બોલિવૂડનો કિંગ ઇક્વિનોફોબિયા એટલે કે ઘોડાના ડરથી પીડાય છે. એક અહેવાલના અનુસાર શાહરૂખને કરણ અર્જુનમાં ઘોડેસવારીનો સીન ફિલ્માવ્યા બાદ ખૂબ જ ભયજનક અનુભવ થયો હતો. ત્યાર બાદ તે એટલી હદ સુધી ડરી ગયો હતો કે તે ભયથી ત્યાર બાદ તેને ફિલ્મમાં ઘોડેસવારી કરવાનું હમેશા ટાળ્યું. રસપ્રદ વાત તો એ છે કે ત્યારબાદ ફક્ત એક અશોકા ફિલ્મમાં શાહરૂખે ઘોડેસવારી કરી હતી.

જ્યારે શાહરૂખ ખાનના સિગ્નેચર પોસે બનાવ્યો વિશ્વ રેકોર્ડ

જ્યારે પણ વાત શાહરૂખ ખાન વિષે કરવામાં આવે તો સૌથી પહેલા આપણા મનમાં તેનો વર્ષો જૂનો પ્રખ્યાત સિગ્નેચર પોસ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ હાથ લંબાવીને ઊભા રહેવાના પોસના નામે એક વિશ્વ રેકોર્ડ સ્થપાયેલો છે. વાત એમ છે કે પઠાણ ફિલ્મના ટેલિવિઝન પ્રીમિયરના સમયે શાહરૂખના બંગલા મન્નતની બહાર લગભગ 300 કરતા પણ વધુ ફેન્સ એકઠા થયા હતા, જેમને ભેગા થઈ એક સાથે કિંગ ઓફ રોમાન્સનો આઇકોનીક પોસ કર્યો હતો. આ એક સ્થળ ઉપર સૌથી વધુ લોકો દ્વારા કરવામાં આવેલ પોસનો વિશ્વ રેકોર્ડ બની ગયો હતો અને તેને ગિનીજ વર્લ્ડ બૂક રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

ફ્રાંસે આપ્યું છે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારનું  સન્માન

શાહરૂખ ખાનને તેમના જીવનમાં ઘણા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ શું તમને ખબર છે શાહરૂખને યુરોપના એક દેશે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપી સન્માનિત કરેલ છે. શાહરૂખને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - જેને નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર તરીકે ઓળખવામાં આવે છે, જે તેમને વિશ્વભરમાં સાંસ્કૃતિક વિવિધતાની પ્રથા ફેલાવવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને કારણે એનાયત કરવામાં આવ્યા હતો. એટલું જ નહીં ભારત સરકારે પણ તેનું પદ્મ શ્રી આપી સન્માન કર્યું છે.

આ જબરા ફેને દીવાલને શાહરૂખના 25000 ફોટાથી શણગારી, પોતાનું નામ પણ બદલ્યું 

દરેક જાણીતા કલાકારોના હજારો લાખો ચાહકો હોય છે, પરંતુ શાહરૂખના ફેન્સ અને તેમની શાહરૂખ પ્રત્યેની દીવાનગી ખરેખર અલગ સ્તર ઉપર છે.  શાહરૂખના એક જબરા ફેને આ દીવાનગીની બધી હદ વટાવી છે, તેને કાયદેસર રીતે તેનું નામ બદલીને વિશારૂખ ખાન રાખવાથી લઈને તેના પસંદીદા અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેના હનીમૂન માટે મુંબઈ જવા સુધી બધું જ કર્યું છે. વિશાલ સિંહે પહેલીવાર શાહરૂખ ખાનને 1989માં ટેલિવિઝન શ્રેણી ફૌજીમાં જોયો હતો.  શાહરૂખને સર્કસ અને દિલ દરિયા સિરિયલોમાં જોયા પછી તેમનો ઉત્સાહ વધ્યો હતો અને 1992માં ખાનની પ્રથમ ફિલ્મ દીવાના જોયા બાદ શાહરુખનો મુરીદ બની ગયો હતો.

દિલનો પણ " બાદશાહ " શાહરૂખ ખાન, મદદ માટે હમેશા રહે છે આગળ 

શાહરૂખ ખાન તેના ચૅરિટી વર્ક માટે ઘણો જાણીતો છે. એસિડ વિકટીમની મદદ કરવાની હોય કે પછી કોરોનાની મહામારી દરમિયાન લોકોની સેવા માટે આગળ આવવાનું હોય, તે હમેશા તત્પર રહેતો હોય છે. અંજલિ સિંહ દિલ્હીની 20 વર્ષની છોકરી હતી જે હિટ એન્ડ ડ્રેગ કેસનો શિકાર બની હતી. એસઆરકેની એનજીઓ, મીર ફાઉન્ડેશન મદદ માટે આગળ આવી અને પરિવારને એક અજાણી રકમ દાનમાં આપી હતી.

આ પણ વાંચો -- SRK ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મોડી રાત્રે મન્નતની બહાર લાગ્યો ફેન્સનો જમાવડો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
58 BIRTHDAYBollywoodIndian cinemaKing KhanMUMBAISRK BIRTHDAY
Next Article