Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhopal માં રાણી કમલાપતિની પ્રતિમાનું અપમાન, સાંસદે કહ્યું- કાર્યવાહી કરાશે...

Bhopal માં એલ અનોખી ઘટના પ્રકાશમાં આવી મહારાણી કમલાપતિની પ્રતિમા સામે અશ્લીલ ગીત પર ડાન્સ સાંસદ આલોક શર્માએ NSA લગાવવાની માંગ કરી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ (Bhopal)માં રાણી કમલાપતિની પ્રતિમાની સામે અશ્લીલ ગીતો પર ડાન્સ કરવાનો મામલો સામે આવ્યો છે....
bhopal માં રાણી કમલાપતિની પ્રતિમાનું અપમાન  સાંસદે કહ્યું  કાર્યવાહી કરાશે
  1. Bhopal માં એલ અનોખી ઘટના પ્રકાશમાં આવી
  2. મહારાણી કમલાપતિની પ્રતિમા સામે અશ્લીલ ગીત પર ડાન્સ
  3. સાંસદ આલોક શર્માએ NSA લગાવવાની માંગ કરી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ (Bhopal)માં રાણી કમલાપતિની પ્રતિમાની સામે અશ્લીલ ગીતો પર ડાન્સ કરવાનો મામલો સામે આવ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાંસદ આલોક શર્માએ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહારાણી કમલાપતિની પ્રતિમા સામે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ આલોક શર્માએ વીરાંગના રાણીની પ્રતિમા સામે અશ્લીલ અને વાંધાજનક રીતે ડાન્સ કરનાર યુવક સામે NSA લગાવવાની માંગ કરી છે. આ મામલે આજે ભોપાલ (Bhopal)ના સાંસદ આલોક શર્માએ પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાને એક મેમોરેન્ડમ આપ્યું છે.

Advertisement

સાંસદે કાર્યવાહી કરવાની માંગ કરી હતી...

સાંસદ આલોક શર્માએ આરોપીઓ વિરુદ્ધ NSA લગાવવાની માંગ કરતા કહ્યું કે, એક યુવકનો રાણી કમલાપતિની પ્રતિમાની સામે અશ્લીલ ગીત પર ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પોલીસે એક યુવકને કસ્ટડીમાં લીધો છે. આરોપી પોલીસની 23 મી બટાલિયનમાં તૈનાત હોવાનું પણ કહેવાય છે, જેનું નામ જિતેન્દ્ર હોવાનું કહેવાય છે. સાંસદ આલોક શર્માએ કહ્યું કે આ કૃત્ય સમગ્ર સમાજ અને રાષ્ટ્રનું અપમાન છે. તે સહન કરવામાં આવશે નહીં. વીડિયો બનાવનાર ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો : અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, રાહુલ ગાંધી Jammu-Kashmir ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે'

કમિશનરે માહિતી આપી હતી...

સમગ્ર મામલાની માહિતી આપતા પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ કહ્યું કે મામલો સામે આવ્યા બાદ એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે તે આ ડાન્સ વીડિયો બનાવવાનો ઈન્કાર કરી રહ્યો છે, પરંતુ ટેકનિકલ આધાર પર તપાસ ચાલી રહી છે. મિશ્રાએ કહ્યું કે તે પોલીસની 23 મી બટાલિયનમાં છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે શનિવારે રાણી કમલાપતિની પ્રતિમાની સામે અશ્લીલ ગીતો પર ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો હતો. આ વાયરલ વીડિયોમાં ભોપાલ (Bhopal)ની રાણી કમલાપતિનું અપમાન કરવામાં આવ્યું હતું. આ વીડિયો ગિન્નોરીમાં સ્થાપિત મહારાણી કમલાપતિની પ્રતિમાની સામે બનાવવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે : સંજય ગાયકવાડ

Tags :
Advertisement

.